Delhi

એલન મસ્કે ટિ્‌વટરના હોમ બટન તરીકે દેખાતા બ્લુ બર્ડને બદલે હવે ડોગેની તસવીર…!!

નવીદિલ્હી
ટિ્‌વટરના સીઈઓ ઈલોન મસ્ક તેમના આશ્ચર્યજનક ર્નિણયો માટે જાણીતા છે અને આજે સવારે લોકોએ ટિ્‌વટરના ઈતિહાસમાં સૌથી મોટો ફેરફાર જાેયો. આ વખતે એલોન મસ્કે ટિ્‌વટરના આઇકોનિક બ્લુ-બર્ડ લોગોને હટાવીને યુઝર્સને મોટા સરપ્રાઇઝમાં મૂકી દીધા છે. ટિ્‌વટરના પેજ પર ગયા બાદ લોકો ટિ્‌વટરના લોગોની જગ્યાએ ડોગેની તસવીર જાેઈ રહ્યા હતા. જાે કે, આ ફેરફાર હાલમાં ટિ્‌વટરના વેબ પેજ પર છે અને વપરાશકર્તાઓ હાલમાં ટિ્‌વટર મોબાઇલ એપ પર માત્ર બ્લુ બર્ડ જ જાેઈ રહ્યા છે. ટિ્‌વટરના હોમ બટન તરીકે દેખાતા બ્લુ બર્ડને બદલે હવે યુઝર્સ ડોગેની તસવીર જાેઈ રહ્યા છે અને આ ફેરફાર થોડા કલાકો પહેલા જ થયો છે. આ ફેરફાર બાદ ઈલોન મસ્કે પણ એક ફની પોસ્ટ શેર કરી અને તેના એકાઉન્ટ પર ર્ડ્ઢખ્તી મીમ શેર કરતી ફની ટ્‌વીટ પણ કર્યું છે. જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ ચેક કરી રહેલા એક પોલીસ અધિકારીએ ટિ્‌વટર પર બ્લુ બર્ડની તસવીર પકડી રાખી છે અને કારમાં બેઠેલા ર્ડ્ઢખ્તી કહી રહ્યા છે કે ‘આ જૂની તસવીર છે’.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *