નવીદિલ્હી
આપણે ગૂગલ પર અનેક પ્રકારની વસ્તુઓ સર્ચ કરીએ છીએ. ઘણી વખત લોકો તેનો ખોટો ઉપયોગ પણ કરે છે. આવું જ કંઈક મુંબઈમાં થયું. વાસ્તવમાં, મુંબઈના એક યુવકે ગૂગલ પર સર્ચ કર્યું કે ‘પીડા વગર કેવી રીતે મરી શકાય’. આ પછી તરત જ અમેરિકી અધિકારીઓએ મુંબઈ પોલીસને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ ટીમે છોકરાનું લોકેશન ટ્રેસ કર્યું અને ૨૫ વર્ષીય યુવકને આત્મહત્યા કરતા રોક્યો. મુંબઈ પોલીસના અધિકારીએ જણાવ્યું કે યુએસ નેશનલ સેન્ટ્રલ બ્યુરો-ઈન્ટરપોલે શેર કરવામાં આવેલા આઈપી એડ્રેસ અને લોકેશનની માહિતીના આધારે તે વ્યક્તિ સુધી પહોંચી શકાયું. માહિતી મળતા જ પોલીસની ટીમ યુવકને બચાવવા પહોંચી ગઈ હતી અને તેનું કાઉન્સેલિંગ પણ કર્યું હતું. યુવક મુંબઈના કુર્લા વિસ્તારમાં કહે છે. તે એક આઈટી કંપનીમાં કામ કરે છે.


