Delhi

ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીએ પશ્ચિમી અહેવાલોની પોલ ખોલીને કહ્યું, ‘ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા જીવંત અને સ્વસ્થ’

નવીદિલ્હી
આંતરરાષ્ટ્રીય મીડિયાના એક મોટા જૂથથી તદ્દન અલગ ભારતના સામાજિક તાણાવાણાના મુદ્દે ઓસ્ટ્રેલિયાની એક યુનિવર્સિટીએ ખુબ જ સકારાત્મક રિપોર્ટ આપ્યો છે. ક્વોડ્રેન્ટ ઓનલાઈન પર સિડની યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર સાલવેટોર બબોન્સે લખ્યું છે કે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા જીવંત જ નહીં, ખુબ જ સ્વસ્થ સ્વરૂપમાં છે. તેમણે પશ્ચિમી દેશોના એ ષડયંત્રને પણ ઉજાગર કર્યું જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે લોકતાંત્રિક ભારત એક રીતે હિન્દુ રાષ્ટ્ર બની ગયું છે. બબોન્સે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારત વિશ્વનું સૌથી વિશાળ લોકતંત્ર છે જ્યાં મોટાભાગે દુનિયાના અડધા લોકો સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી દ્વારા પોતાનો મત રજૂ કરવામાં સક્ષમ છે. ક્વોડ્રેન્ટ ઓનલાઈનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં સત્તાધારી ભાજપ હિન્દુત્વ પર ભાર મૂકે છે કારણ કે તે હેઠળ પૂજા અને વિશ્વાસના સ્વરૂપોને માન્યતા અપાય છે. હિન્દુ અને ભારત શબ્દ મૂળ ભાષા સંસ્કૃતમાંથી આવેલા છે. આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ કરાયેલી બીબીસીની એક ડોક્યુમેન્ટરી ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચનમાં ૨૦૦૨ના ગુજરાત તોફાનોને ભ્રમિત કરનારા તથ્યો સાથે દેખાડવામાં આવ્યા હતા. આ વિવાદિત ડોક્યુમેન્ટરીના કારણે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટમાંથી મળેલી ક્લીન ચીટ ઉપર પણ સવાલ ઉઠવા લાગ્યા હતા. બ્રિટનના ઈરાદા પર સવાલ ઉઠાવતા બબોન્સે કહ્યું કે છ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ બર્મિંઘમમાં એક ૪૫ વર્ષની મહિલાને ચૂપચાપ પ્રાર્થના કરવા બદલ ધરપકડ કરાઈ હતી. પરંતુ ભારતમાં વિભિન્ન ધર્મોના લોકો જાહેર વિસ્તારોમાં ઈશ્વરની આરાધના કરી શકે છે, તે પણ ઘણીવાર ઘણા ઊંચા સ્વરમાં આમ કરતા જાેવા મળ્યું છે. બબોન્સે પોતાના રિપોર્ટમાં બ્રિટન પર નિશાન સાંધતા કહ્યું કે જાે કોઈ દેશ ધર્મને લઈને સામાજિક શત્રુતાને પોષવાનો આરોપી છે તો તે નાસ્તિક પ્રવૃત્તિનો બ્રિટન જ છે. જાે કે ક્વોડ્રેન્ટ ઓનલાઈને જણાવ્યું કે સન્માનિત પિયુ રિસર્ચ સેન્ટરે ભારતને ધાર્મિક શત્રુતાના મામલે દુનિયાનો સૌથી ખરાબ દેશ ગણાવ્યો છે. પિયુ રિસર્ચ સેન્ટર પોતાના કોઈ ખાસ હેતુથી ભારતીય સંસ્થાઓ પર પ્રહાર કરતો આવ્યો છે. સિડની યુનિવર્સિટીના રિપોર્ટ મુજબ મોટી સંખ્યામાં ભારતીયોનું કહેવું છે કે તેઓ પોતાના ધર્મનું પાલન કરવા માટે પૂરી રીતે સ્વતંત્ર છે. પરંતુ પિયુ રિસર્ચ સેન્ટરનો એવો દાવો છે કે હિન્દુ બહુમતીવાળા દેશમાં કેટલાક મુસલમાનોને ભેદભાવની ફરિયાદ છે. ભારતને નિશાન બનાવનારાઓમાં અમેરિકી વિદેશ વિભાગના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા કાર્યાલય (ઓઆઈઆરએફ), અમેરિકી સરકારની પ્રાયોજિત યુનાઈટેડ સ્ટેટ્‌સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજન ફ્રીડમ (યુએસસીઆઈઆરએફ) અને માનવાધિકાર ઉચ્ચાયોગના સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલય (ઓએચસીએચઆર) પણ સામેલ છે.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *