Delhi

ઓસ્ટ્રેલિયના પૂર્વ કેપ્ટનની નિવૃત્તિ, જતાં જતાં પૂર્વ કેપ્ટન થઇ ગયો ભાવુક

નવીદિલ્હી
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન ટિમ પાઈને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાની જાહેરાત કરી દીધી છે. તેણે બેલેરીવ ઓવલ ખાતે ક્વીન્સલેન્ડ સામે તાસ્માનિયાની શેફિલ્ડ શીલ્ડ મેચમાં આ જાહેરાત કરી હતી. આ મેચમાં તેમણે વિકેટ કીપિંગ કરી પોતાની કારકિર્દી સમાપ્ત કરી હતી. પાઈને વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૧ની શરૂઆત સુધીમાં ૨૩ ટેસ્ટ મેચોમાં ઑસ્ટ્રેલિયા માટે સુકાની તરીકે જવાબદારી સાંભળી હતી. આ સમયગાળા દરમ્યાન તેણે ૩૫ ટેસ્ટ રમી હતી. ઉલ્લેખનીય છે કે રિટાયરમેન્ટની જાહેરાત બાદ પોતાની અંતિમ મેચમાં મેદાન છોડતા પહેલા તેને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ટિમ પાઈન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો ૪૬ મો ટેસ્ટ કેપ્ટન હતો. જાે કે, વર્ષ ૨૦૧૮ ના ઓસ્ટ્રેલિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન તેના પર મુકવામાં આવેલા બોલ ટેમ્પરિંગના ગંભીર આરોપો બાદ તેને કપ્તાન પદેથી દૂર કરવામાં આવ્યો હતો. ૩૮ વર્ષીય ક્રિકેટરની ફાઇનલ આઉટિંગ મહત્વની બાબત હતી, જેમાં તાસ્માનિયા અને ક્વીન્સલેન્ડના કપ્તાન ચોથા દિવસે ટી બ્રેક સમયે વહેલી સમાપ્તિ માટે સંમત થયા હતા. ક્વીન્સલેન્ડના ઓપનર બ્રાઇસ સ્ટ્રીટે અગાઉ અણનમ ૧૦૨ રન ફટકારીને તેની ટીમને ૧-૧૮૪ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. મેચ ડ્રો જાહેર કરવામાં આવી ત્યારે જીત માટે ટીમ ૨૪૮ રન દૂર હતી. પાઈને ૨૦૧૭માં ક્રિકેટ તસ્માનિયાના કર્મચારીને મોકલેલા વાંધાજનક મેસેજ વાયરલ થયા હતા. જેથી ૨૦૨૧-૨૨ની એશિઝ સિરીઝની લીડ-અપમાં તેણે ટેસ્ટ કેપ્ટન તરીકે પદ છોડ્યું હતું. તે સમયે ક્રિકેટ તાસ્માનિયા અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા જવા દેવાયો હતો. જાેકે, આ પ્રકરણમાં અનેક તર્ક વિતર્ક થયા હતા. અહીં ઉલ્લેખનીય છે કે, હોબાર્ટમાં જન્મેલા પાઈને ૧૫૩ ફર્સ્ટ ક્લાસ મેચમાં વર્ષ ૨૦૦૫માં ડેબ્યૂ કર્યા પછી ૧૮ વર્ષથી વધુ સમય સુધી તાસ્માનિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તાસ્માનિયાના કેપ્ટન જાેર્ડન સિલ્કે પાઈનની નિવૃત્તિની જાહેરાતને લઈને કહ્યું કે, તે અસાધારણ ખેલાડી રહ્યો છે, તેની પાસે જે કરિયર છે તે મેળવવા માટે તેણે અવિશ્વસનીય પ્રયાસો કર્યા છે. મને ખાતરી છે કે ઘણા લોકો કહેશે કે ઓસ્ટ્રેલિયામાં ટિમ પાઈન જેટલો સારો કીપર ક્યારેય નહોતો. તેની ઉંમરને ધ્યાનમાં રાખીને, તે હજી પણ તેનુ સ્ટાન્ડર્ડ પાછુ મેળવવા માટે સક્ષમ હતો. પેઈને અત્યાર સુધી કુલ ૩૫ મેચો રમી છે, જેમાં તેણે ૧૫૩૪ રન કર્યા છે. તેનો હાઈએસ્ટ સ્કોર ૯૨ રનનો છે. અને તેણે ૩૨.૬૩ ના સરેરાશ સાથે રન સ્કોર કર્યા હતા. બેટિંગ સિવાય કેચ અને સ્ટમ્પિંગના આંકડાઓ પર નજર કરવામાં આવે તો તેણે ૧૫૦ કેચ કર્યા છે અને ૭ સ્ટમ્પિંગ કર્યા છે. તેના નેતૃત્વમાં કેપ્ટનશીપના રેકોર્ડની વાત કરવામાં આવે તો તેણે ૧૧ જીત, ૮ હાર અને ૪ ડ્રોમેચ તેના નામે કરી છે. તેણે સ્ટમ્પની પાછળ રહી ૧૫૭ ખેલાડી આઉટ કર્યા હતા. તેણે ૩૫ વન-ડે ઈન્ટરનેશનલ પણ રમી હતી. અગાઉ મીડિયા સ્ક્રૂટીની વચ્ચે અનિશ્ચિત સમય માટે ગેમથી દૂર જતા પહેલા ઇજામાંથી કમબેક કર્યા બાદ ફરીથી ટીમમાં સામેલ થઈ રમવાનો તેનો વિચાર હતો. જાે કે, આવું શક્ય બન્યું ન હતું. ફુલટાઇમ સ્ટેટ કોન્ટ્રાક્ટ ન હોવા છતાં, પાઇને તાસ્માનિયાની ટોપ સ્ક્વોડ સાથે ઉનાળા સુધી તાલીમ લીધી અને ક્વીન્સલેન્ડ સામેની સીઝનના ઓપનર માટે શેફિલ્ડ શિલ્ડ રિકોલ મેળવ્યું. ટિમ પાઈને સીઝનમાં સાત મેચ રમી હતી તેમજ તેના હોમટાઉન હોબાર્ટ હરિકેન્સ માટે બિગ બેશ લીગ પણ તે સામેલ થયો હતો. પાઈને અગાઉ કોચિંગ પોસ્ટ-પ્લેઇંગમાં જવાનો સંકેત આપ્યો હતો.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *