Delhi

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લલિત મોદીને ભાગેડુ ગણાવીને કેન્દ્ર સરકાર પર ઉઠાવી રહ્યા છે સવાલ

નવીદિલ્હી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભાગેડુ લલિત મોદી પર સતત પ્રહારો કરી રહ્યા છે. તેમને ભાગેડુ ગણાવીને કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે. હવે લલિત મોદીએ રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર કર્યો છે. તેણે કહ્યું કે, તે રાહુલ વિરુદ્ધ બ્રિટિશ કોર્ટમાં જશે. તેને મની લોન્ડરિંગ કેસમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ તેણે પોતાના ટિ્‌વટમાં કહ્યું કે, તેને દોષિત ઠેરવવામાં આવ્યો નથી અને તે દેશનો સામાન્ય નાગરિક છે. ‘મોદી સરનેમ’ના નિવેદન પર સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને તેથી તેમણે સંસદનું સભ્યપદ ગુમાવ્યું હતું. લલિત મોદીએ કોંગ્રેસના નેતાઓને ભાગેડુ ગણાવતા સવાલ ઉઠાવતા કહ્યું કે, તેઓ કેમ અને કેવી રીતે ભાગેડુ છે? તેણે રાહુલને ‘પપ્પુ’ કહ્યો અને પૂછ્યું કે આખરે તેને ક્યારે દોષિત ઠેરવવામાં આવ્યો? તેમણે કહ્યું કે, એક અને અન્ય વિપક્ષી નેતાઓને બીજું કંઈ કરવાનું નથી, કાં તો તેમની પાસે ખોટી માહિતી છે અથવા તેઓ બદલાની ભાવનાથી બોલે છે.લલિત મોદીએ ટ્‌વીટ કરીને કહ્યું કે તેમણે ઓછામાં ઓછું રાહુલ ગાંધી વિરુદ્ધ બ્રિટિશ કોર્ટમાં જવાનું નક્કી કર્યું છે. તેમણે રાહુલ ગાંધીને નક્કર પુરાવાઓ સાથે આવવા કહ્યું અને હું તેમને (રાહુલ ગાંધી) પોતાને મૂર્ખ બનાવતા જાેવાની રાહ જાેઈ રહ્યો છું. લલિત મોદીએ પોતાના ટ્‌વીટમાં હેશટેગ સાથે કોંગ્રેસના નેતાઓ આરકે ધવન, સીતારામ કેસરી, મોતીલાલ વોહરા, સતીશ ચરણનું નામ લીધું અને તેમની પર વિદેશમાં સંપત્તિ હોવાનો આરોપ લગાવ્યો હતો.લલિત મોદીએ કહ્યું કે, તેઓ બધા ગાંધી પરિવારના છે. નારાયણ દત્ત તિવારીને પણ ભૂલવા ન જાેઈએ. તેણે પૂછ્યું, ‘તમારા બધા પાસે વિદેશી સંપત્તિ કેવી રીતે છે? કમલનાથને પૂછો હું સાબિતી પણ મોકલી શકું છું. લલિત મોદીએ કહ્યું કે તેઓ પુરાવા માટે સરનામું અને ફોટા પણ મોકલી શકે છે, અને વધુમાં કહ્યું કે ભારતની જનતાને મૂર્ખ બનાવશો નહીં કે જે અસલી ગુનેગાર છેપ ગાંધી પરિવાર માને છે કે તે જ હકદાર માલિક છે. દેશના જય હિન્દ બોલતા, ભાગેડુએ કહ્યું કે ‘જ્યારે તમે કડક કાયદો બનાવશો, હું પાછો આવીશ’.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *