Delhi

કોંગ્રેસે OBCનું અપમાન કર્યું, તો BJP એ નરેન્દ્ર મોદીના રૂપમાં આપ્યા OBC પીએમ ઃ અમિત શાહ

નવીદિલ્હી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે વિપક્ષ કોંગ્રેસ પર કેન્દ્રમાં તેમના શાસન દરમિયાન અન્ય પછાત વર્ગોને હેરાન કરવાનો અને અપમાનિત કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે નરેન્દ્ર મોદીના રૂપમાં ભાજપે જ દેશને ર્ંમ્ઝ્ર પ્રધાન આપ્યા. અહીં મોદી સમુદાયના રાષ્ટ્રીય સંમેલનને સંબોધતા શાહે કહ્યું કે મોદીએ ઓબીસીને તેમનું યોગ્ય સન્માન આપ્યું અને ગરીબ નાગરિકોની વેદનાને સમજ્યા કારણ કે તેઓ પોતે આવા પરિવારમાં જન્મ્યા છે. ૨૦૧૯માં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને અપરાધિક માનહાનિના કેસમાં દોષિત ઠેરવવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જાે કોઈ વ્યક્તિનું અપમાન કરે તો તે મોટી વાત નથી, પરંતુ જાે કોઈ વ્યક્તિ સમગ્ર સમુદાય અને વડાપ્રધાનનું અપમાન કરે છે, તો તે સમગ્ર દેશનું અપમાન છે. શાહ, જેઓ શનિવારથી તેમના ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાતે છે, તેમણે જણાવ્યું હતું કે, “કેન્દ્રમાં તેના શાસન દરમિયાન, કોંગ્રેસે ફક્ત ર્ંમ્ઝ્રની ઉપેક્ષા, હેરાન અને અપમાન કર્યું હતું.” ભાજપ સત્તામાં આવતાની સાથે જ વડાપ્રધાન મોદીએ ઓબીસી સમુદાયને તેનું યોગ્ય સન્માન આપ્યું. ભાજપે જ દેશને મોદીના રૂપમાં ઓબીસી વડાપ્રધાન આપ્યા હતા.” તેમણે મોદી સમુદાયને માહિતી આપી હતી કે ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) એ અનેક ઓબીસી મુખ્યમંત્રીઓ આપ્યા છે અને ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જાે પણ આપ્યો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે મોદી દ્વારા પછાત વર્ગોના કલ્યાણ માટે ઉઠાવવામાં આવેલા પગલાઓમાં કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયોમાં આરક્ષણની શરૂઆત, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (દ્ગઈઈ્‌)માં આરક્ષણ, ર્ંમ્ઝ્ર સાહસિકો માટે વેન્ચર કેપિટલ ફંડ બનાવવાનો સમાવેશ થાય છે. શાહે કહ્યું, “કોંગ્રેસે લગભગ ૫૬ વર્ષ શાસન કર્યું, પરંતુ ર્ંમ્ઝ્ર માટે કંઈ કર્યું નહીં. બીજી તરફ મોદીએ છેલ્લા નવ વર્ષમાં ઓબીસી માટે ઘણા કામ કર્યા. આ સિવાય મોદીજી હંમેશા ગરીબોનું ધ્યાન રાખે છે. તેઓ ગરીબોના દુઃખને સમજતા હતા, કારણ કે તેઓ પોતે આવા પરિવારમાં જન્મ્યા હતા.તેમણે કહ્યું, ‘તમને બધાને ગર્વ હોવો જાેઈએ કે મોદીજી તમારા સમુદાયના છે. દરેક ભારતીય માટે એ ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જાે બિડેને મોદીજીનો ઓટોગ્રાફ માંગ્યો અને કહ્યું કે તેઓ અમેરિકામાં ખૂબ જ લોકપ્રિય છે. ભારત વિશ્વમાં બીજા નંબરની સૌથી મોટી સ્માર્ટફોન નિર્માતા કંપની બનવા જેવા અનેક આંકડા શેર કરતા શાહે કહ્યું કે દેશ છેલ્લા ૬૫ વર્ષમાં જે હાંસલ કરી શક્યો નથી, તે મોદીના શાસનના છેલ્લા નવ વર્ષમાં વધુ હાંસલ કર્યો છે. વડાપ્રધાન મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી અને સુરતના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પણ આ સંમેલનમાં હાજરી આપી હતી. પૂર્ણેશ મોદી દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસને કારણે રાહુલ ગાંધીએ સંસદનું સભ્યપદ ગુમાવ્યું હતું.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *