Delhi

કોગ્રેસને વધુ એક ઝટકો, આ દિગ્ગજ નેતા ભાજપમાં જાેડાયા

નવીદિલ્હી
પૂર્વ કોંગ્રેસ નેતા અને સ્વતંત્ર ભારતના પહેલા ગવર્નર જનરલ સી રાજગોપાલાચારીના પ્રપૌત્ર સીઆર કેસવને આજે ભાજપનો ખેસ પહેર્યો. તેઓ ભાજપમાં જતા જ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. બીજી બાજુ કેસવને કોંગ્રેસ પાર્ટી પર અનેક મોટા આરોપ લગાવ્યા. કેસવન ભાજપમાં જવાથી એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. હવે કેસવનની પાછળ તેમના સમર્થકો પણ ભાજપમાં સામેલ થશે એવું મનાય છે. અત્રે જણાવવાનું કે હાલમાં જ બે દિવસમાં કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ એ કે એન્ટનીના પુત્ર અનિલ એન્ટની અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન કિરણકુમાર રેડ્ડી ભાજપમાં જાેડાયા. સીઆર કેસવને આ વર્ષે ફેબ્રુઆરીમાં કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ તમિલનાડુમાં કોંગ્રેસ પાર્ટીના મીડિયા પેનલિસ્ટ હતા. સીઆર કેસવને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને સંબોધિત કરેલા પોતાના પત્રમાં લખ્યું કે તેઓ પાર્ટી માટે લાંબા સમયથી કામ કરી રહ્યા હતા. પરંતુ હવે તે મૂલ્યોમાં કમી આવી છે જે તેમને પાર્ટી માટે કામ કરવા માટે પ્રેરિત કરતા હતા. પાર્ટી જે હાલના સમયમાં જાેવા મળી રહી છે તેની સાથે તેઓ સહજ મહેસૂસ કરતા નથી. આ કારણ છે કે મે રાષ્ટ્રીય સ્તરે એક સંગઠનાત્મક જવાબદારીને અસ્વીકારી હતી અને ભારત જાેડો યાત્રામાં ભાગ લેવાથી પણ અંતર જાળવ્યું હતું. પાર્ટીમાં સામેલ થયા બાદ ભાજપનો આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભ્રષ્ટાચાર મુક્ત શાસન અને સુધારના નેતૃત્વવાળા સમાવેશી વિકાસ એજન્ડાએ ભારતને એક નાજુક અર્થવ્યવસ્થાથી દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ફેરવી છે.

Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *