Delhi

કોરોનાના વેરિયન્ટે ચિંતા વધતા ટૂંક સમયમાં સમગ્ર દેશમાં યોજાશે મોક ડ્રિલ

નવીદિલ્હી
દેશમાં કોરોનાવાયરસ ‘ઠમ્મ્ ૧.૧૬’ ના નવા સ્વરૂપના ૩૪૯ કેસ નોંધાયા હતા. દેશમાં સંક્રમણના કેસોમાં તાજેતરમાં થયેલા વધારા માટે કોરોનાનું આ નવું સ્વરૂપ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. આ માહિતી ‘ૈંહઙ્ઘૈટ્ઠહ જીછઇજી-ર્ઝ્રદૃ-૨ ય્ીર્હદ્બૈષ્ઠજ ર્ઝ્રહર્જિંૈેદ્બ’ (ૈંદ્ગજીછર્ઝ્રંય્)ના ડેટામાંથી મેળવવામાં આવી છે. માહિતી અનુસાર, નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નમૂનાઓની તપાસમાં નવા ફોર્મના ૩૪૯ કેસ સામે આવ્યા છે. આ પ્રકારના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર (૧૦૫), તેલંગાણા (૯૩), કર્ણાટક (૬૧) અને ગુજરાતમાં (૫૪) મળી આવ્યા છે. ૈંદ્ગજીછર્ઝ્રંય્ ડેટા અનુસાર, જાન્યુઆરીમાં બે નમૂનાઓમાં નવા પ્રકાર ‘ઠમ્મ્ ૧.૧૬’ની પુષ્ટિ થઈ હતી અને ફેબ્રુઆરીમાં આ પ્રકારના ૧૪૦ કેસ નોંધાયા હતા, જ્યારે માર્ચમાં અત્યાર સુધીમાં ૨૦૭ નમૂનાઓમાં ‘ઠમ્મ્ ૧.૧૬’ની પુષ્ટિ થઈ છે. તાજેતરમાં દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસમાં વધારો જાેવા મળી રહ્યો છે. દેશમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઈન્ફલ્યુએન્ઝાના કેસોમાં વધારો અને કોવિડ-૧૯ના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ગુરુવારે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેમની તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે એક મોક ડ્રીલ હાથ ધરવામાં આવશે, જેથી લોકોને બંને પ્રકારના જાેખમો વિશે જણાવી શકાય છે. આ અગાઉ, ૨૭ ડિસેમ્બરે દેશભરની હોસ્પિટલોમાં કોવિડ અંગે તેમની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક મોક ડ્રીલ હાથ ધરવામાં આવી હતી. કેન્દ્રીય આરોગ્ય સચિવે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં વૈશ્વિક કેસોમાં ભારતનો હિસ્સો ૧% છે. અહેવાલો અનુસાર, હાલમાં મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાન એવા આઠ રાજ્યો છે જ્યાં કોવિડ -૧૯ કેસ સૌથી વધુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના સંક્રમણના ૧,૩૦૦ નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૪,૪૬,૯૯,૪૧૮ થઈ ગઈ છે. આ દરમિયાન, સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને ૭,૬૦૫ થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, એક દિવસમાં નવા કેસની આ સંખ્યા છેલ્લા ૧૪૦ દિવસમાં સૌથી વધુ છે. ગુરુવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રમાં સંક્રમણના કારણે એક-એક દર્દીના મોત બાદ દેશમાં મૃત્યુઆંક વધીને ૫,૩૦,૮૧૬ થઈ ગયો છે.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *