Delhi

કોરોનોની જેમ ૐ૩દ્ગ૨ ફેલાઈ રહ્યો છે ઇન્ફલ્યુએન્ઝા ઃ એઇમ્સના પૂર્વ ડિરેક્ટર ગુલેરિયા

નવીદિલ્હી
એઇમ્સના પૂર્વ ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ દેશમાં ફેલાઈ રહેલા એચ૩એન-૨ ઇન્ફલ્યુએન્ઝાથી લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે એ કોરોનાની જેમ જ ફેલાય છે. એનાથી બચવા માટે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને વારંવાર હાથ ધોતા રહો. વૃદ્ધો અને પહેલેથી જ કોઈ બીમારીથી પરેશાન લોકોને એનાથી વધુ મુશ્કેલીઓ થઈ શકે છે. આ તરફ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હેલ્થ એક્સપર્ટ્‌સની સાથે એચ૩એન-૨ ઈન્ફલ્યુએન્ઝાના વધતો કેસો બાબતે ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવી છે. એમાં એક્સપર્ટ્‌સે કહ્યું હતું કે દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, પરંતુ ફ્લૂના કેસ વધી રહ્યા છે. આ ફ્લૂ નબળી ઈમ્યુનિટી ધરાવતા લોકો માટે જાેખમી બની શકે છે. એક્સપર્ટ્‌સે એનાથી બચવા માટે ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની સલાહ આપી છે. છેલ્લા બે મહિનામાં રાજધાની દિલ્હી સહિત દેશના અનેક ભાગોમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના મહામારી બાદ ફ્લૂના વધતા કેસોથી લોકોમાં ભય છે, કારણ કે એના દર્દીઓમાં કોરોનો જેવાં જ લક્ષણો જાેવા મળ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં એવા અનેક દર્દીઓ હોસ્પિટલ પહોંચ્યા છે, જે ૧૦-૨૦ દિવસથી ભારે તાવ અને ઉધરસથી પરેશાન છે. આઇસીએમઆરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા બે-ત્રણ મહિનાથી ઈન્ફલ્યુએન્ઝા વાઇરસ ૐ૩દ્ગ૨નો સબ-સ્ટ્રેન ફેલાઈ રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં સંક્રમિત લોકોમાં આ સ્ટ્રેનનાં લક્ષણો મળ્યાં. એક્સપર્ટેસ કહે છે કે અન્ય સબ-સ્ટ્રેન કરતાં આ વેરિયન્ટને કારણે લોકો વધુ હોસ્પિટલમાં દાખલ થાય છે. મેદાંતા હોસ્પિટલના સિનિયર ડિરેક્ટર સુશીલા કટારિયાએ જણાવ્યું હતું કે આ દર્દીઓ ઈન્ફલ્યુએન્ઝા-એ વાઇરસના ૐ૩દ્ગ૨ સ્ટ્રેનથી સંક્રમિત છે. ફ્લૂના દર્દીને ૨-૩ દિવસ સુધી તાવ રહે છે. શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં બળતરા, આ ઉપરાંત દર્દીને બે અઠવાડિયાંથી સતત ઉધરસ રહે છે. આ ફલૂનાં સામાન્ય લક્ષણો ગણાય છે. પ્રાઇમસ સ્લીપ એન્ડ ક્રિટિકલ કેર મેડિસિન વિભાગના વડા એસ.કે. છાબરાએ જણાવ્યું હતું કે દર્દીઓમાં વાઇરલ તાવની સાથે શરદી, ઉધરસ અને ફેફસાંને લગતી ગંભીર સમસ્યાઓ જેવી કે બ્રોન્કાઇટિસ જાેવા મળી રહી છે. જ્યારે ફેફસાંમાં વાઇરલ ઈન્ફેક્શનના કેસ પણ જાેવા મળી રહ્યા છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *