Delhi

ક્રિકેટર બ્રાયન લારાની કબૂલાત ઃ વ્યસ્ત આઇપીએલમાં સેટ થઈ શક્યા નહીં

નવીદિલ્હી
વેસ્ટ ઇન્ડિઝના મહાન ક્રિકેટર અને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે પહેલી વાર કોચ તરીકે ભૂમિકા અદા કરનારા બ્રાયન લારાએ કબૂલ્યું હતું કે તેની ટીમ ઇન્ડિયન પ્રીમિયર લીગના વ્યસ્ત કાર્યક્રમ તથા આ ટુર્નામેન્ટ સાથે સંકળાયેલી લાગણીઓમાં સેટ થઈ શકી નહીં અને તેમને ટુર્નામેન્ટમાંથી વહેલા જ બહાર થઈ જવું પડ્યું હતું. આઇપીએલની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સોમવારે મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદનો યજમાન ગુજરાત જાયન્ટ્‌સ સામે પરાજય થયો હતો અને તે સાથે વર્તમાન આઇપીએલમાં હૈદરાબાદના અભિયાનનો અંત આવી ગયો હતો. તેઓ હવે પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગયા છે. વર્તમાન ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સની ટીમ એવી પહેલી ટીમ બની છે જે આ સિઝનમાં આઇપીએલના પ્લે ઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકી હોય. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સની ટીમ હાલમાં આઇપીએલના પોઇન્ટ ટેબલમાં મોખરે છે. સોમવારની મેચમાં વાત તો એક કોચ તરીકે આ મારું પ્રથમ વર્ષ છે. ચીફ કોચ તરીકે પહેલી જ સિઝનમાં ટીમ વિશે તમામ માહિતી એકત્ર કરવી અને તે મુજબની કામગીરી ખેલાડીઓ પાસેથી કઢાવવી તે ખરેખર કપરી બાબત છે. ૨૦૨૨માં પણ હૈદરાબાદની ટીમ નિષ્ફળ રહી હતી અને આઠમા ક્રમે રહી હતી. એ વખતે સનરાઇઝર્સે કોચ બદલ્યો હતો અને તેના સૌથી સફળ કોચ ટોમ મૂડીને વિદાય આપીને ૨૦૨૩માં તેમણે બ્રાયન લારાની ચીફ કોચ તરીકે વરણી કરી હતી. ટોમ મૂડીના કોચિંગ હેઠળ હૈદરાબાદની ટીમ પાંચ વખત પ્લે ઓફમાં પ્રવેશી હતી જેમાં ૨૦૧૬માં તો તેણે ટાઇટલ પણ જીત્યું હતું. અગાઉ ટીમના બેટિંગ કોચ અને સલાહકાર રહી ચૂકેલા વેસ્ટ ઇન્ડિઝના મહાન બેટ્‌સમેન બ્રાયન લારા માટે ચીફ કોચ તરીકે આ પ્રથમ સિઝન હતી. તેણે જણાવ્યું હતું કે આઇપીએલની સિઝનમાં જે ઇમોશન આવે છે તેનાથી હજી હું સેટ થયો નથી અને તેની ઉપર મારી પકડ જમાવી શક્યો નથી. ખાસ કરીને અમારે અલગ અલગ સ્થળે ટ્રાવેલિંગ કરવું પડે છે અને અલગ પ્રકારની પિચ અંગે સજ્જતા કેળવવી પડે છે.ગયા વર્ષે અમે બે કે ત્રણ સ્ટેડિયમમાં જ તમામ મેચ રમ્યા હતા અને મોટા ભાગે કોવિડની કારણે બબલમાં જ રહ્યા હતા જ્યારે આ વખતે અમારે વિવિધ સ્થળે પ્રવાસ કરવો પડ્યો છે અને દરેક સ્થળે અલગ પ્રકારનું વાતાવરણ જાેવા મળે છે. આમ અગાની અને હાલની પરિસ્થિતિમાં ઘણો મોટો ફરક પડી ગયો છે. મને આશા છે કે આ વખતની ભૂલોમાંથી ખેલાડીઓ કાંઇક શીખશે અને આગામી સિઝનમાં તેમાં સુધારો કરીને નવેસરથી તૈયારી સાથે મેદાનમાં ઉતરશે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *