Delhi

ખૂબ જ જરૂરી છે ‘પર્પલ-ડે’ શા માટે ઉજવવામાં આવે છે?..

નવીદિલ્હી
એપીલેપ્સીની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે, તે એક ક્રોનિક બિનચેપી રોગ છે, જે તમામ ઉંમરના લોકોના મગજને અસર કરી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ઉૐર્ં) અનુસાર, વિશ્વભરમાં લગભગ ૫૦ મિલિયન લોકો આ રોગથી પીડિત છે. વાઈના લગભગ ૮૦ ટકા દર્દીઓ લો ઈનકમ અને મીડલ ઈનકમ ધરાવતા દેશોમાં મોજુદ છે. આ જ કારણ છે કે તેના વિશે જાગૃતિ ખૂબ જ જરૂરી છે’પર્પલ ડે’ શા માટે ઉજવવામાં આવે છે?.. એપિલેપ્સી વિશે જાગૃતિ લાવવા દર વર્ષે ૨૬ માર્ચે પર્પલ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો વાઈ વિશે જાગૃતિ ફેલાવવા માટે જાંબલી રંગના કપડાં પહેરે છે. આ રંગ લવંડરથી પ્રેરિત છે જે એકલતાને રીપ્રેઝેન્ટ કરે છે. તેની શરૂઆત વર્ષ ૨૦૦૮ માં કેસિડી મેગન દ્વારા કરવામાં આવી હતી, એક ૯ વર્ષની છોકરી જે પોતે આ રોગનો સામનો કરી રહી હતી. જાગરુકતા છે જરુરી… એપીલેપ્સી એ ન્યુરોલોજીકલ સ્થિતિ છે જે મગજને નુકસાન પહોંચાડે છે અને દૌરાનું કારણ બને છે. આ વિશ્વભરમાં સૌથી સામાન્ય ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે, જે કોઈપણ વય અથવા લિંગના લોકોને અસર કરી શકે છે. એક મીથ છે કે વાઈ એ માનસિક અથવા સાઈકાઈટ્રીક ડીસઓર્ડર છે. આ જ કારણ છે કે દર્દીના પરિવારજનો સમસ્યાની સારવાર કરવાને બદલે તેને છુપાવવાનો પ્રયાસ કરે છે. વળી, એપિલેપ્સી વિશેની ખોટી માન્યતા દર્દીઓ માટે જાેખમી સાબિત થઈ શકે છે. એપીલેપ્સીની સારવાર કેવી રીતે કરવામાં આવે છે?.. તે જાણો.. વાઈનો કોઈ ઝડપી ઈલાજ ન હોવા છતાં, તેને દવા, મેડીકેશન, સર્જરી અને ઓલ્ટરનેટીવ ટ્રીટમેન્ટ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. ભારતમાં એવી ઘણી સંસ્થાઓ છે જે વાઈ માટે જાગૃતિ ફેલાવી રહી છે અને કામ કરી રહી છે. ‘ભારતીય એપિલેપ્સી એસોસિએશન’ એક રાષ્ટ્રીય સંસ્થા છે જે એપિલેપ્સીવાળા લોકોને મદદ કરે છે. આ ઉપરાંત, ભારત સરકારે ૧૯૮૩માં નેશનલ એપિલેપ્સી કંટ્રોલ પ્રોગ્રામ શરૂ કર્યો હતો, જે જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે એન્ટિપીલેપ્ટિક દવાઓ પૂરી પાડે છે.

Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *