Delhi

ખેલાડીઓને ધોનીની ઝલક જાેવા મળી, આવતાની સાથે જ પહેલા જ બે બોલમાં બે છગ્ગા માર્યા

નવીદિલ્હી
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન અને પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન એમએસ ધોનીએ સોમવારે ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્‌સ સામેની મેચ દરમિયાન ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ૫૦૦૦ રન પૂરા કર્યા હતા. ખેલાડીઓને વિંટેજ ધોનીની ઝલક જાેવા મળી હતી કારણ કે ધોનીએ આવતાની સાથેજ પહેલા જ બે બોલમાં બે છગ્ગા ફટકારી ચાહકોના દિલ જીતી લીધા હતા. ધોની તેની ૨૦૮મી ઇનિંગ્સમાં ૈંઁન્માં ૫૦૦૦ રનનો આંકડો પાર કરનાર સાતમો ક્રિકેટર બન્યો હતો. અગાઉ ૈંઁન્ માં ૫૦૦૦ રનની ક્લબમાં ચાર ભારતીય ખેલાડીઓનો સમાવેશ થતો હતો. આ સાથે ધોની પાંચમો એવો ભારતીય ખેલાડી બન્યો છે જેણે ૈંઁન્ ના ઇતિહાસમાં ૫૦૦૦ રન પૂરા કર્યા છે. અગાઉ કયા ખેલાડીઓએ બનાવ્યા છે ૫૦૦૦ રન? વિરાટ કોહલી, શિખર ધવન, ડેવિડ વોર્નર, રોહિત શર્મા, સુરેશ રૈના, એબી ડી વિલિયર્સ…. ધોની પહેલી ૈંઁન્ થી અત્યાર સુધીની બધી જ સિઝનમાં રમ્યો છે. અને તેણે આજે પોતાના જૂના ચાર્મ અને બેટિંગ સ્ટાઈલની યાદ અપાવી દીધી હતી. કારણકે ધોનીએ પહેલા જ બોલ પર આવતાની સાથેજ ઓફસાઇડ પર છગ્ગો ફટકારી દીધો હતો. ત્યાર પછી બીજા બોલ પર શોર્ટ પિચ બોલને હૂક કરીને ડીપ મિડ વિકેટ પર છગ્ગો મારી દીધો હતો. ચાહકો ધોની ધોનીની બૂમ પાડતા હતા. ત્યાર પછીના બોલ પર પણ હીટિંગ કરવા જતાં ધોની કેચ આપી બેઠો હતો અને રવિ બિશ્નોઈએ તેનો કેચ પકડી લીધો હતો પણ માત્ર ત્રણ બોલનો કેમિયો ફેન્સને ભારે પસંદ આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *