Delhi

ગંગટોકથી ચીનની સરહદે આવેલા નાથુલા સુધી રેલ લાઈન નંખાશે

દિલ્હી
કેન્દ્ર સરકાર સિવોક-રંગપો રેલ લાઇન યોજનાના વિસ્તરણ હેઠળ ભારત-ચીન સરહદ સુધી રેલ જાેડાણ વિસ્તારવાની તૈયારી કરી રહી છે. નવી રેલવે લાઈન રંગપો-નાથુલાથી સિક્કિમની રાજધાની ગંગટોક થઈને ચીનની સરહદ સુધી નાખવામાં આવશે. ઝોનલ રેલ્વે રંગપો-ગંગટોક રેલ લાઇનનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરી રહી છે, જે ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થશે. રેલવે બોર્ડ શિવોક (પશ્ચિમ બંગાળ) અને રંગપો (સિક્કિમ) ને જાેડતી લગભગ ૪૫ કિમી લંબાઈના નવા રેલ લિંક પ્રોજેક્ટને ઝડપી ટ્રેક કરી રહ્યું છે. અધિકારીઓનો દાવો છે કે આ રેલ લાઈન નાખવાનું કામ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં પૂર્ણ થઈ જશે. આ સાથે રેલ્વેએ રંગપોથી સિક્કિમની રાજધાની ગંગટોક (લગભગ ૩૮ કિમી) સુધી નવી રેલ લાઈન નાખવા માટે ડીપીઆર તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.તેમણે કહ્યું કે ડીપીઆરનું કામ ત્રણ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. આમાં રંગપો-ગંગટોક રેલ લાઇનનું એરિયલ સર્વે દ્વારા નક્કી કરવામાં આવી રહ્યું છે. આ રેલ લાઇન રંગપો-ગંગટોક વચ્ચેનું અંતર ૩૮ કિલોમીટર ઘટાડશે. ડીપીઆર તૈયાર થયા બાદ રેલ લાઇન પ્રોજેક્ટની કિંમત અને બાંધકામ પૂર્ણ થવાની તારીખ નક્કી કરી શકાશે. જાેકે,ગંગટોક રેલ્વે સ્ટેશનને સિક્કિમનું કોમર્શિયલ હબ બનાવવાની યોજના છે.અધિકારીએ કહ્યું કે ગંગટોકથી ચીનની સરહદે આવેલા નાથુ લા સુધી રેલ લાઈન નાખવા માટે રેલવે બોર્ડ તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. ગંગટોકથી નાથુલાનું સડક માર્ગેનું અંતર અંદાજે ૫૧ કિલોમીટર છે. રેલ્વે લાઇનથી અંતર ઘટશે અને મુસાફરીનો સમય ઘણો ઓછો થશે. આ નવી રેલ્વે લાઇન નાખવા માટે ડીપીઆર તૈયાર કરવા માટે ટૂંક સમયમાં આદેશ જાહેર કરવામાં આવશે, જેથી બાંધકામનું કામ શરૂ કરી શકાય.પશ્ચિમ બંગાળ અને સિક્કિમ રાજ્યને સિવોક-રંગપો, રંગપો-ગંગટોક, ગંગટોક-નાથુલા નવી રેલ્વે લાઇનના નિર્માણથી ઘણો ફાયદો થશે. આ સાથે ચીનની સરહદ પર સ્થિત નાથુ લાથી દેશની રાજધાની દિલ્હી સુધી સીધુ રેલ જાેડાણ થશે. રેલ્વે મુસાફરો સહિત દેશી-વિદેશી પ્રવાસીઓને તેનો લાભ મળશે. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ રંગપો-ગંગટોક-નાથુલા રેલ લિંકથી સેના માટે સરહદ સુધી પહોંચવામાં સરળતા રહેશે. હાલમાં માર્ગ કરતાં વધુ સમય લાગે છે. આ સિવાય હિમવર્ષાને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ જાય છે.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *