Delhi

ગામ, ગરીબ અને ખેડૂતોનું રાખ્યું છે ધ્યાન, મધ્યમ વર્ગ માટે ખાસ છે આ બજેટઃ પ્રધાનમંત્રી

નવીદિલ્હી
સંસદમાં કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે મોદી સરકારનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કર્યું છે. સામાન્ય બજેટને લઈને પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, તેમાં ગામ, ગરીબ અને ખેડૂતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, બજેટમાં મધ્યમ વર્ગનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ બજેટથી વિકસિત ભારતનું સપનું સાકાર થશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમે ટેકનોલોજી પર ખૂબ ભાર આપ્યો છે. તેમણે કહ્યું કે, બજેટમાં વંચિતોને પ્રાથમિકતા આપવામાં આવી છે. મહિલાઓ માટે ખાસ બજેટ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ બજેટ ભારતના વિકાસના નવી ગતિ આપશે. આ બજેટમાં એમએસએમઈનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને પેમેન્ટની નવી વ્યવસ્થા બનાવામાં આવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, હું ર્નિમલા સીતારમણને આ બાબત માટે શુભકામના આપુ છું. પીએમ મોદીએ કહ્યું કે, અમૃત કાળનું પ્રથમ બજેટ વિકસિત ભારતના વિરાટ સંકલ્પને પુરા કરવાનો એક મજબૂત પાયાનું નિર્માણ કરશે. તેમણે કહ્યું કે, આ બજેટ વંચિતોને પ્રાથમિકતા આપનારુ છે. આ બજેટ આજની આકાંક્ષાઓ, ગામડુ, ગરીબ, ખેડૂત, મધ્યમ વર્ગ સૌના સપના પુરા કરશે. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું કે, સરકારે ગામડાથી લઈને શહેર સુધી રહેતી આપણી મહિલાઓના જીવન સ્તરમાં ફેરફાર લાવવા માટે કેટલાય મોટા પગલા ઉઠાવ્યા છે. હવે તેઓ વધારે તાકાત સાથે આગળ વધી શકશે. તેમણે કહ્યું કે, દેશ આ બજેટમાં પહેલી વાર અનેક પ્રોત્સાહન યોજના લઈને આવ્યું છે. આવા લોકો માટે ટ્રેનિંગ ટેકનોલોજી, ક્રેડિટ અને માર્કેટ સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *