નવીદિલ્હી
આતંકવાદીઓ અને ગેંગસ્ટરો સામે મોટી કાર્યવાહી ચાલી રહી છે. એનઆઇએની ટીમ દેશભરમાં ૧૨૨ થી વધુ સ્થળો પર દરોડા પાડી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડો ગેંગસ્ટર-ખાલિસ્તાની આતંકવાદી લિંક કેસમાં કરવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પંજાબ-ચંદીગઢમાં ૬૫ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. જ્યારે એનઆઇએ દિલ્હી એનસીઆરમાં ૩૨ સ્થળો અને રાજસ્થાનમાં ૧૮ સ્થળોએ દરોડા પાડી રહી છે. આ અભિયાનમાં ૨૦૦ થી વધુ ટીમો જાેડાઈ છે. એનઆઇએના દરોડા જે રાજ્યોમાં ચાલી રહ્યા છે તેમાં દિલ્હી એનસીઆર,પંજાબ, રાજસ્થાન, ેંઁ અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેરર ફંડિંગ દ્વારા ડર ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. ગેંગસ્ટર-ખાલિસ્તાની નેટવર્ક કેસમાં અત્યાર સુધીમાં પાંચ કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડતા આતંકવાદી સંગઠનો અને તેમના સહયોગી સંગઠનો પર કાર્યવાહીના ભાગરૂપે ખીણમાં ૧૩ સ્થળોએ દરોડા પાડ્યા હતા. એનઆઈએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અનંતનાગ, શ્રીનગર, પુલવામા, શોપિયાં અને બડગામ જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડા દરમિયાન ગુનાહિત સામગ્રી અને દસ્તાવેજાે જપ્ત કરવામાં આવ્યા હતા. એજન્સીએ લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, અલ બદર અને અલ કાયદા સહિત પાકિસ્તાન સ્થિત ઘણા આતંકવાદી સંગઠનો સાથે કામ કરતા અથવા તેમની સાથે સંબંધ ધરાવતા નવા સંગઠનોના ૧૩ સ્થાનો/બેઝ પર સર્ચ હાથ ધર્યું છે. સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરોડા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ, યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ જમ્મુ અને કાશ્મીર, મુજાહિદ્દીન ગઝવત-ઉલ-હિંદ, જમ્મુ કાશ્મીર ફ્રીડમ ફાઈટર્સ, કાશ્મીર ટાઈગર્સ, ઁછછહ્લ જેવા ઘણા નવા સંગઠનો માટે કામ કરતા લોકોની પ્રવૃત્તિઓ સાથે સંબંધિત છે, તેમના વર્તમાન આતંકવાદી ષડયંત્ર. એનઆઇએ તપાસનો એક ભાગ છે.