નવીદિલ્હી
છછડ્ઢૐછઇ કાર્ડ અને ઁછદ્ગ કાર્ડ આપણા જીવનના સૌથી અગત્યના ડોક્યુમેન્ટ્સ છે. કોઈ પણ કામગીરી માટે આ ડોક્યુમેન્ટ્સ કામ આવતા હોય છે. જીવતા હોય ત્યારે દરેક નાના મોટા સરકારી કામમાં, અભ્યાસમાં આ ડોક્યુમેન્ટ્સ કામમાં આવતા હોય છે. બેન્કમાં ખાતું ખોલવાથી લઈને મોટામાં મોટા વ્યવસાય માટે આધારકાર્ડ અને પાનકાર્ડ જરૂરી હોય છે. અહીં તમને જણાવીએ કે જાે કોઈનું મૃત્યુ થાય તો તેના છટ્ઠઙ્ઘરટ્ઠિ ઝ્રટ્ઠઙ્ઘિ અને ઁછદ્ગ ઝ્રટ્ઠઙ્ઘિ જેવા ડોક્યુમેન્ટસનું શું કરવું જાેઈએ? શું આ ડોક્યુમેન્ટ ફરી સરકારી કચેરીમાં જમા કરાવવા જરૂરી છે? મોત બાદ ઁછદ્ગ કાર્ડનું શું કરવું?.. બેન્ક એકાઉન્ટ, ડિમેટ એકાઉન્ટ અને આવકવેરાના રિટર્ન માટે પાનકાર્ડ સૌથી જરૂરી દસ્તાવેજ છે. અન્ય ઓળખના પુરાવાની સાથે પાનકાર્ડ પણ અનિવાર્ય છે.આ કાર્ડ ત્યા સુધી સાચવીને રાખવું પડે છે જ્યા સુધી તે સંપૂર્ણ બંધ નથી થઈ જતું. ઈન્કમટેક્સ રિટર્ન કરવાની સાથે ૈં્ ડિપાર્ટમેન્ટની તમામ પ્રક્રિયાઓ માટે ઁછદ્ગ કાર્ડ જરૂરી છે. ઁછદ્ગ કાર્ડ જમા કરાવતા પહેલા રાખો ધ્યાન.. યાદ રાખો કે આવકવેરા વિભાગ પાસે અધિકાર છે કે તે ચાર વર્ષના એસેસેમેન્ટને ફરી શરૂ કરી શકે છે. આવી સ્થિતિમાં જાે કોઈ મૃતકનો ટેક્સ રિફંડ બાકી હોય તો એ વાત જાણી લેવાની કે તેના ખાતામાં ક્રેડિટ થઈ ગયા હશે કે રિફંડ આવી ગયા હશે. એક વખત ખાતું બંધ કર્યા પછી, આવકવેરા રિટર્ન સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ મૃતક વ્યક્તિનો કાનૂની રીતે ઉત્તરાધિકારી પાનકાર્ડને આવકવેરા વિભાગને સોંપી શકે છે. પાન કાર્ડ સંરેડર કરતા પહેલા મૃતકના તમામ બેન્ક ખાતા કોઈ બીજી વ્યક્તિના નામ પર ટ્રાન્સફર કરી દેવા જાેઈએ અથવા બંધ કરી દેવું જાેઈએ. ઁછદ્ગ કાર્ડને જમા કેવી રીતે કરાવશો?.. તે જાણી લો.. ઁછદ્ગ કાર્ડને સરેંડર કરવા માટે મૃતક વ્યક્તિના ઉત્તરાધિકારીએ એસેસમેન્ટ ઓફિસરને એક એપ્લિકેશન લખવી પડશે. જે વિસ્તારમાં પાનકાર્ડ રજિસ્ટર થયું હોય તે અધિકારીને એપ્લિકેશન આપવામાં આવે છે. જેમાં નામ, પાન નંબર,મૃતકની જન્મતિથી અને મૃતકના ડેથ સર્ટીફિકેટની કોપી અટેચ કરવાની રહેશે. જાે કે મૃતકના પાનકાર્ડને બંધ કરાવી દેવું અનિવાર્ય નથી. જાે તમને એમ લાગે કે ભવિષ્યમાં પાનકાર્ડની જરૂરિયાત રહેશે તો તમે સાથે રાખી શકો છો. મૃત્યુ બાદ છછડ્ઢૐછઇ ઝ્રછઇડ્ઢનું શું કરશો?.. તે જાણી લો.. આધારકાર્ડ ઓળખપત્ર, એડ્રેસ પ્રુફ, સહિતનો જરૂરી દસ્તાવેજ છે. ન્ઁય્ ગેસ સબસિડી, સ્કોલરશીપ બેનિફિટ્સ, અને આ સહિતની તમામ સરકારી સ્કીમ માટે આધારકાર્ડ જરૂરી રહે છે. આધારમાં એક યુનિક નંબર છે. તેથી મૃત્યુ બાદ પણ આ નંબર યથાવત રહે છે અને આ નંબર કોઈ અન્યને આપી શકાતો નથી. કોઈ વ્યક્તિનું મોત થાય તો આધારકાર્ડ ડિએક્ટિવેટ થઈ શકતું નથી. હાલમાં એવો કોઈ નિયમ નથી. કોઈ મૃત વ્યક્તિના આધારકાર્ડ કેન્સલ કરવાની વ્યવસ્થા નથી. રજીસટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા, જન્મ-મૃત્યુ રજીસ્ટ્રેશન અધિનિયમ ૧૯૬૯ના સુધારા માટે ેંૈંડ્ઢછૈં પાસેથી સૂચન માગ્યા હતા. જેથી ડેથ સર્ટીફિકેટ આપતા સમયે મૃતકનું આધારકાર્ડ લઈ શકાય. આધારને ડિએક્ટિવેટ કરવા માટે રજિસ્ટ્રાર પાસે મૃત વ્યક્તિના આધાર કાર્ડનો નંબર લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી. જાે કે આ સંસ્થાઓ સાથે આધાર નંબર શેર કરવાનો ફ્રેમવર્ક તૈયાર થયા બાદ રજિસ્ટ્રાર મૃતકના આધાર નંબરને નિષ્ક્રિય કરવા માટે ેંૈંડ્ઢછૈં સાથે શેર કરવાની કામગીરી શરૂ કરી દેશે. આધારકાર્ડ ડિએક્ટિવેટ કરવાથી અથવા ડેથ સર્ટિફિકેટ સાથે લિંક કરવાથી આધારકાર્ડનો તેના માલિકની મોત બાદ ખોટો ઉપયોગ ના થઈ શકે.


