Delhi

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં એન્કાઉન્ટર, અનંતનાગમાં સુરક્ષાદળોએ ૨-૩ આતંકીઓને ઘેર્યા

નવીદિલ્હી
જમ્મુ-કાશ્મીરના અનંતનાગના અંદવાન સાગમ (છહઙ્ઘુટ્ઠહ જીટ્ઠખ્તટ્ઠદ્બ) વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણના સમાચાર છે. કાશ્મીર ઝોન પોલીસે ટિ્‌વટ કર્યું છે કે અંદવાન સાગર વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. જેમાં ૨-૩ આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા છે. આ એન્કાઉન્ટર અંદવાન સાગમ વિસ્તારમાં શરૂ થયું છે. પોલીસ અને સુરક્ષા દળો સતત એક્શનમાં છે. આ એન્કાઉન્ટરની માહિતી કાશ્મીર પોલીસે પોતાના ટિ્‌વટર હેન્ડલ દ્વારા આપી હતી. પોલીસે અંદવાન સાગમ વિસ્તારમાં ચાલી રહેલા આ એન્કાઉન્ટરની માહિતી આપી છે. આ સાથે પોલીસ અને સુરક્ષા દળોના જવાનો સ્થળ પર હાજર છે. કહેવામાં આવી રહ્યું છે કે ગામની બાજુમાં આવેલા જંગલમાં આતંકવાદીઓએ જમીનની અંદર પોતાનું ઠેકાણું બનાવી રાખ્યું હતું. એવી આશંકા છે કે આતંકીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે. આ સાથે જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશનને વધુ તેજ કરી દેવામાં આવ્યું છે અને ઠેકાણામાંથી કેટલોક સામાન પણ મળી આવ્યો છે. ગયા અઠવાડિયે પણ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સુરક્ષાદળો સાથે આતંકવાદીઓની અથડામણ થઈ હતી, જેમાં બે જવાનો શહીદ થયા હતા. જમ્મુ ઝોનના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (છડ્ઢય્ઁ) મુકેશ સિંહે જણાવ્યું કે એન્કાઉન્ટરમાં એક અધિકારી સહિત ૪ જવાન ઘાયલ થયા છે. આ એન્કાઉન્ટર જિલ્લાના કાંડી જંગલ વિસ્તારમાં શરૂ થયું હતું. રાજૌરીમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન આતંકીઓએ બ્લાસ્ટ પણ કર્યો હતો જેમાં બે જવાન શહીદ થયા હતા જ્યારે ચાર ઘાયલ થયા હતા. ઘાયલોમાં એક અધિકારી પણ સામેલ હતા. આ સિવાય ૬ મેના રોજ બારામુલ્લામાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં ૧ આતંકવાદી માર્યો ગયો હતો. કાશ્મીર ઝોન પોલીસે પોતાના ટિ્‌વટર હેન્ડલ દ્વારા આ એન્કાઉન્ટરની જાણકારી આપી હતી. આ સાથે આતંકી પાસેથી છદ્ભ-૪૭ રાઈફલ પણ મળી આવી છે. આ આતંકીનું નામ આબિદ વાની હતું, જે લશ્કર-એ-તૈયબા આતંકી સંગઠન સાથે સંકળાયેલો હતો.

Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *