નવીદિલ્હી
આમ તો રસ્તા પર થનારા અનેક અકસ્માતના વીડિયો સામે આવતા રહે છે. પરંતુ એક એવો વીડિયો સામે આવ્યો છે જે કદાચ જાેનારાના રૂવાંડા ઊભા કરી નાખશે. આ વીડિયોમાં બાઈક પર સવાર એક કપલ અચાનક પડી જાય છે. પરંતુ બાઈક પર આગળ બેઠેલું બાળક અડધા કિલોમીટર સુધી બાઈકની સાથે ચાલે છે અને પછી જે થયું તે ચમત્કારથી કમ નથી. હકીકતમાં આ વીડિયો એક ટિ્વટર યૂઝરે શેર કર્યો છે. વીડિયો પર દોડી રહેલી કારના ડેશબોર્ડ કેમેરામાં આ ઘટના રેકોર્ડ થઈ છે. જેમાં જાેવા મળી રહ્યું છે કે એક વ્યસ્ત રસ્તા પર બાઈક દોડી રહી છે અને બાઈક પર કપલ બાળક સાથે સવાર છે. આ બધા વચ્ચે સ્કૂટી જાેડે હળવી ટક્કર થતા બાઈક પર બેઠેલું કપલ પોતાનું સંતુલન ગુમાવે છે અને ત્યારબાદ પડી જાય છે. કપલના પડવા છતાં બાળક જરાય હલતું નથી અને બાઈક પર જેમ બેસાડ્યું હતું તેમ જ બેઠું છે. કપલ પડી તો જાય છે પણ સુરક્ષિત જાેવા મળી રહ્યું છે. બીજી બાજુ બાળક પણ બાઈક સાથે જઈ રહ્યું છે અને ચોંકાવનારી વાત એ છે કે બાઈકની બંને બાજુ રસ્તા પર ટ્રક અને કારો પણ દોડી રહી છે. આ બધા વચ્ચે બાઈક સીધી રેખામાં દોડી રહ્યું છે. જેને રામ રાખે તેને કોણ ચાખે? આગળ જઈને બાઈક આપોઆપ ધીમી પડી જાય છે અને પછી ડિવાઈડર પાસે અટકી જાય છે અને બાળક ડિવાઈડર પર ઉગેલા ઘાસ પર જઈને પડે છે. આ બાળકના માતા પિતા સુરક્ષિત છે અને બાળક પણ ઘાસ પર પડવાના કારણે સુરક્ષિત જાેવા મળી રહ્યું છે. ત્યારબાદ ત્યાં ભીડ ભેગી થાય છે અને બધા મળીને બાળકને ઉઠાવી લે છે. આ વીડિયો જાે કે થોડો જૂનો હોવાનું કહેવાય છે જે હાલ વાયરલ થઈ રહ્યો છે.