નવીદિલ્હી
બોર્ડર-ગાવસ્કર સિરિઝમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ માટે ભારતની ૧૭ સભ્યોની ટીમની મ્ઝ્રઝ્રૈંએ જાહેરાત કરી દીધી છે. ટીમમાં સરફરાઝ ખાનને સ્થાન નથી મળ્યું અને સૂર્યકુમાર યાદવની આ ફોર્મેટમાં પસંદગી થઈ છે. પરિણામે ચાહકો, નિષ્ણાતો અને દિગ્ગજ ક્રિકેટરોમાં પણ રોષ છે. આ ર્નિણયના કારણે ઘણા અને આશ્ચર્ય થયું છે અને પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. સૂર્યકુમાર અને સરફરાઝ મુંબઈ તરફથી ડોમેસ્ટિક મેચ રમતી વખતે એક ડ્રેસિંગ રૂમ શેર કરતાં હતા. હવે સરફરાઝને ફરી તક મળી નથી ત્યારે તેણે પોતાનું મૌન તોડ્યું છે. વનડે ક્રિકેટમાં સૂર્યકુમારને ચમકતો સિતારો ગણવામાં આવે છે પણ ટેસ્ટ ક્રિકેટમાં તેનું પ્રદર્શન સરફરાઝ જેવુ નથી. રણજી ટ્રોફીમાં સરફરાઝે પુષ્કળ રન બનાવ્યા છે. જેના કારણે ચાહકો પણ ચોંકી ગયા છે. ૨૫ વર્ષીય સરફરાઝે ૨૦૧૯/૨૦ની સિઝનમાં ૧૫૪.૬૬ની સરેરાશથી ૯૨૮ રન, ૨૦૨૧/૨૨ની સિઝનમાં ૧૨૨.૭૫ની સરેરાશથી ૯૮૨ રન અને ચાલુ સિઝનમાં આશરે ૯૨ની એવરેજથી ૫૦૦થી વધુ રન નોંધાવ્યા હતા. બીજી તરફ સૂર્યકુમાર ગત ડિસેમ્બરમાં રણજી ટ્રોફીની મેચમાં રમ્યો તે પહેલા ત્રણ વર્ષ સુધી ટેસ્ટ રમ્યો નહતો. તે સમયે તેણે ૮૦ બોલમાં ૯૦ રન ફટકાર્યા હતા. પત્રકાર વિમલ કિમરે સૂર્યકુમારની પસંદગી વિશે અને તેનો ટીમમાં સમાવેશ થતાં તેને શું પ્રેરણા મળી તે અંગે પૂછ્યું હતું. ત્યારે સરફરાઝે ખુલાસો કર્યો કે, તેઓ સારા બોન્ડ ધરાવે છે અને તેમને “મિત્ર” પાસેથી ઘણું શીખવા મળે છે. સરફરાઝ કહે છે કે, દેખીતી રીતે જ તેની પસંદગી મારા માટે પ્રેરણાદાયક છે. સૂર્યકુમાર મારા સારા મિત્ર છે. અને જ્યારે અમે સાથે ટીમમાં હોઈએ છીએ ત્યારે અમે ઘણો સમય સાથે વિતાવીએ છીએ. મને તેની પાસેથી ઘણું બધું શીખવા મળે છે. તેને લાંબા સમયથી રાહ જાેવી પડી હતી પરંતુ જે રીતે તે રમી રહ્યો છે, તેણે સાથે પોતાનો અનુભવ રાખ્યો છે, જેથી રમત સરળ બને છે. અહીં નોંધનીય છે કે, ગત સપ્તાહે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં સરફરાઝે ટીમની જાહેરાત બાદ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે, ટીમની જાહેરાત કરવામાં આવી હતી અને મારું નામ નહોતું, ત્યારે હું ખૂબ જ દુઃખી હતો. આ દુનિયામાં મારા સ્થાને કોઈ પણ વ્યક્તિ ઉદાસ થઈ ગઈ હોત, કારણ કે, મે મારી પસંદગી થશે તેવી અપેક્ષા રાખી હતી, પરંતુ પસંદગી કરવામાં આવી ન હતી. ગઈકાલે અમે ગુવાહાટીથી દિલ્હીની મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે હું આખો દિવસ ઉદાસ રહ્યો હતો. હું તે વિશે વિચારતો હતો કે આવું શા માટે થયું? હું ખૂબ જ એકલતા અનુભવી રહ્યો હતો. હું રડી પણ પડ્યો હતો.
