Delhi

ડ્રગ્સનો વેપાર કરતાં પેડલરોને ઉગતાં જ ડામી દો ઃ કેન્દ્રીય ગૃહમંત્રી

નવીદિલ્હી
ભારતમાં ડ્રગ્સનું વેચાણ દિવસેને દિવસે વધી રહ્યું હોવાથી પોલીસ તેને ડામવા માટે એડીચોટીનું જાેર લગાવી રહી છે. બીજી બાજુ ડ્રગ્સની ઘૂસણખોરી કોઈપણ ભોગે ન થઈ જાય તે માટે સુરક્ષા એજન્સીઓ પણ સાબદી હોવા છતાં યેનકેન પ્રકારે ડ્રગ્સ તેના મુળ સ્થાને પહોંચી જતું હોવાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે. જાે કે હવે એક ગ્રામ ડ્રગ્સ પણ કોઈ શહેર કે ગામડા સુધી ન પહોંચે તે માટે તેનો વેપાર કરતા પેડલરોને ઉગતાં જ ડામી દેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા એજન્સીઓને આદેશ આપ્યો છે. અમિત શાહે ડ્રગ્સની હેરફેર કરનારા લોકો અને કાર્ટેલ્સ સામે કડક હાથે કામ લેવા માટે કહ્યું છે. તેમણે એન્ટી નાર્કોટિક્સ એજન્સીઓને કહ્યું હતું કે આ લોકો જ મુખ્ય ગુનેગાર છે અને ડ્રગ્સનો નશો કરતા લોકો તેમનો ભોગ બને છે. અમિત શાહે યુવાઓ તેમજ દેશના અર્થતંત્ર અને સુરક્ષા પર ડ્રગ્સની પ્રતિકૂળ અસરોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે તમામ રાજ્યોને રાજકીય મતભેદોને બાકુએ મુકી સંકલિત પ્રયાસો અને ટીમ ઈન્ડિયાના અભિગમ સાથે ડ્રગ્સના દૂષણની લડતમાં જાેડાવાની હાકલ કરી હતી. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના વડાઓની પહેલી કોન્ફરન્સમાં શાહે જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા થાય ત્યારે ભારતને ૨૦૪૭ સુધીમાં ડ્રગમુક્ત કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. તેમણે કહ્યું હતું કે ડ્રગનો વેપાર કરતારા મુખ્ય ગુનેગાર છે અને ડ્રગ લેનાર તેમનો ભોગ બને છે. આપણે આપવા ડ્રગસની હેરફેર કરનારા લોકો સામે કડક હાથે કામ લેવું પડશે અને શક્ય એટલા આકરાં પગલાં ઉઠાવવા પહશે.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *