નવીદિલ્હી
ગત મહિને તુર્કીમાં આવેલા ભીષણ ભૂકંપ બાદ કાટમાળ નીચે દટાયાના લગભગ ૧૨૮ કલાક બાદ બચાવવામાં આવેલી ચમત્કારિક બાળકે સોશિયલ મીડિયા પર લાખો લોકોનું દિલ જીતી લીધું હતું. જાે કે આ તમામની વચ્ચે તેની માતાનું મોત થઈ ગયું હોવાનું સામે આવ્યું હતું. પણ ૫૪ દિવસ બાદ હવે ખબર પડી છે કે, આ માસૂમ બાળકની માતા જીવતી છે. યુક્રેનના મંત્રી એન્ટોન ગેરાશચેંકોએ સોમવારે તેને લઈને જાણકારી શેર કરી છે. ડીએનએ રિપોર્ટથી તેની અસલી માતાની પુષ્ટિ થઈ ચુકી છે. યુક્રેનના મંત્રી એન્ટોન ગેરાશચેંકોએ બાળકીના માતાની સામે આવવાને લઈને એક પોસ્ટ શેર કરી કહ્યું કે, આપને આ બાળકની તસ્વીર યાદ હશે, જેણે તુર્કીમાં ભૂકંપ બાદ કાટમાળમાંથી ૧૨૮ કલાક દટાયેલ રહ્યું હતું. એવું કહેવાતું હતું કે, આ બાળકની માતાનું મોત થઈ ગયું છે, પણ હવે ખબર પડી છે કે, તેની માતા જીવીત છે. તેની સારવાર એક અલગ હોસ્પિટલમાં કરવામાં આવી છે. ૫૪ દિવસ બાદ ડીએનએ પરીક્ષણ બાદ હવે ફરીથી તેઓ એક થઈ ગયા છે. આ પોસ્ટને ૫.૧ મિલિયનથી વધારે વખત જાેવાયું છે. એક યુઝર્સે તેને ચમત્કાર ગણાવતા કહ્યું કે, અદ્ભૂત સમાચાર. મને ખૂબ જ ખુશી થઈ રહી છે કે, બંને બચી ગયા અને એકબીજાને પાછા મળી ગયા. આને શેર કરવા બદલ ધન્યવાદ. એક અન્ય યુઝર્સે લખ્યું કે, કહાની દુઃખદ છે. પણ સુંદર અંત. આભારી છું કે, બાળકને તેની માતા મળી ગઈ. અન્ય એકે લખ્યું કે, કેટલી સારી સ્ટોરી છે. મા અને બાળક ફરી એક સાથે. આશા છે કે, માતા પોતાના બાળકની દેખરેખ કરવા માટે પુરતુ છે અને પોતાના જીવનના બાકીના ભાગનો આનંદ લઈ શકશે. અહીં ઉલ્લેખનિય છે કે, તુર્કીમાં છ ફેબ્રુઆરીએ આવેલા ભૂષણ ભૂકંપમાં ૪૮,૦૦૦થી વધારે લોકોના મોત થઈ ગયા હતા. તેને ૧૯૩૯ બાદથી સૌથી વધારે ધાતક ભૂકંપોમાંથી એક હોવાનું કહેવાય છે. ભીષણ ભૂકંપ બાદ તબાહી મચી ગઈ હતી. જે બચી ગયા તે જીવવા માટે મથામણ કરી રહ્યા છે.
