નવીદિલ્હી
ચૂંટણી પંચે ત્રણ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે, ત્રિપુરામાં ૧૬ ફેબ્રુઆરી, મેઘાલય અને નાગાલેન્ડમાં ૨૭ ફેબ્રુઆરીએ મતદાન થશે. ચૂંટણીનું પરિણામ ૨ માર્ચે જાહેર કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યુ કે, ૩ રાજ્યોમાં કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. લોકતંત્રના પર્વની બધાને શુભેચ્છાઓ. તેમણે કહ્યું કે, લોકતંત્રમાં હિંસાને કોઈ સ્થાન નથી. નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરાનો પાંચ વર્ષનો વિધાનસભા કાર્યકાળ ૧૨ માર્ચ, ૨૨ માર્ચ અને ૧૫ માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે. આ પહેલા નવી વિધાનસભાની રચના થવાની છે. ચૂંટણી પહેલા રાજકીય દળોએ પોતાની રણનીતિ પર કામ શરૂ કરી દીધુ છે. નોંધનીય છે કે મેઘાલય. ત્રિપુરા અને નાગાલેન્ડમાં ૬૦-૬૦ વિધાનસભા સીટો છે. આ સમયે ત્રિપુરામાં ભાજપની સરકાર છે તેથી ભાજપ ત્યાં વધુ ધ્યાન આપી રહ્યું છે. ત્રિપુરામાં વામ દળ અને આદિવાસી પાર્ટી ભાજપ માટે પડકાર ઉભો કરી શકે છે. પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાશે. ત્રિપુરામાં ભાજપની સરકાર છે, તો નાગાલેન્ડમાં નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગેસિસ પાર્ટી સત્તામાં છે. મેઘાલયમાં નેશનલ પીપુલ્સ પાર્ટી (એનપીપી) ની સરકાર છે. એનપીપી પૂર્વોત્તરની એકમાત્ર પાર્ટી છે, જેને રાષ્ટ્રીય દળ તરીકે માન્યતા પ્રાપ્ત છે. મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણી ૨૦૨૩ માટે ૩૧ જાન્યુઆરીએ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. જે બાદ ઉમેદવારો ૭ ફેબ્રુઆરી સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે. ચૂંટણી પંચની ટીમ ૮ ફેબ્રુઆરીએ નામાંકનોની ચકાસણી કરશે, જ્યારે ૧૦ ફેબ્રુઆરીએ નામાંકન પરત ખેંચવાની અંતિમ તારીખ છે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૨૭ ફેબ્રુઆરીએ તમામ બેઠકો પર એક સાથે મતદાન થશે અને ત્રણેય રાજ્યોના પરિણામો ૨ માર્ચના રોજ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર નાગાલેન્ડમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે દરેક નાગરિકને મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે, પછી ભલે મત વિસ્તાર ગમે તેટલો દૂર અને દૂર્ગમ હોય. ત્રિપુરા વિધાનસભાની ચૂંટણી ૨૦૨૩ ત્રિપુરા વિધાનસભાની ચૂંટણી ૨૦૨૩ માટે નોટિફિકેશન ૨૧ જાન્યુઆરીએ બહાર પાડવામાં આવશે. ત્રિપુરામાં નામાંકન માટેની છેલ્લી તારીખ ૩૦ જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે. રાજ્યમાં વિધાનસભાની ૬૦ બેઠકો છે. ત્રિપુરામાં અનુસૂચિત જનજાતિ માટે ૨૦ અને અનુસૂચિત જાતિ માટે ૧૦ બેઠકો અનામત છે. હાલ ત્રિપૂરામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. મેઘાલય વિધાનસભાની ચૂંટણી ૨૦૨૩ની તારીખ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે. રાજ્યની કુલ ૬૦ વિધાનસભા બેઠકો માટે ૨૭ ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે પરિણામ ૨ માર્ચે જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નાગાલેન્ડમાં ૨૭ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. અહીં વિધાનસભાની ૬૦ બેઠકો છે. હાલમાં નાગાલેન્ડમાં નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીની સરકાર છે અને નેફિયુ રિયો મુખ્યમંત્રી છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં અહીંની હરીફાઈ ખૂબ જ રસપ્રદ રહી હતી. ચૂંટણી પહેલા સમીકરણો અલગ હતા, જ્યારે ચૂંટણી પછી ગઠબંધન અલગ થઈ ગયું. મેઘાલયમાં ૨૭ ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે અને પરિણામ ૨ માર્ચે જાહેર થશે. મેઘાલયમાં વર્તમાન સરકારનો કાર્યકાળ ૧૫ માર્ચે પૂરો થઈ રહ્યો છે. મેઘાલયમાં ૬૦ વિધાનસભા બેઠકો છે.નાગાલેન્ડમાં હાલ નેફિયુ રીઓ રાજ્યના મુખ્યમંત્રી છે. તેવો રાષ્ટ્રવાદી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના નેતા છે. જ્યારે ઉપ મુખ્યમંત્રી તરીકે ભાજપ નેતા યાન્થુંગુ પેટન છે. વર્ષ ૨૦૧૮માં રાષ્ટ્રવાદી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીને ૪૨ અને ભાજપેને ૧૨ બેઠક પર જીત મળી હતી. ત્રિપુરામાં વર્ષ માર્ચ ૨૦૧૮માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. ૬૦ વિધાનસભા બેઠક ધરાવતી ત્રિપુરામા ભાજપે આઈપીએફટી સાથે મળી સરકારની રચના કરી છે. જેમાં હાલ માણેક સાહા મુખ્યમંત્રી છે. જેમાં વર્ષ ૨૦૧૮માં ભાજપને ૩૪ અને આપીએફટીને ૦૫ બેઠક મળી હતી. જ્યારે સીપીઆઇ(એમ) ૧૫ અને કોંગ્રેસને ૧૫ બેઠક મળી હતી.જ્યારે મેઘાલયમાં એનપીપીની સરકાર છે. જેમાં એનપીપીના નેતા કોનાર્ડ સંગમા રાજ્યના મુખ્યમંત્રી છે. ૬૦ સભ્યોની વિધાનસભામાં વર્ષ ૨૦૧૮માં એનપીપી પાર્ટીએ સૌથી વધુ ૪૪ બેઠક પર જીત મેળવી હતી. જ્યારે યુડીપીને ૦૮, પીડીએફને ૦૪,મ ભાજપને ૦૨, એચએસપીડીપી ને ૦૨ અને અપક્ષના ફાળે એક બેઠક ગઈ હતી. વિધાનસભામાં મેઘાલયના ત્રણ પ્રદેશોનું પ્રતિનિધિત્વ છે. જેમાં ૨૯ સભ્યો ખાસી હિલ્સમાંથી, ૭ જૈંતીયા હિલ્સમાંથી અને ૨૪ ગારો હિલ્સમાંથી ચૂંટાયેલા છે.


