Delhi

થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં સની લિયોનીનો અંદાજ સૌ કોઈને પસંદ આવ્યો

નવીદિલ્હી
એક્ટ્રેસ સની લિયોની હાલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના ડેબ્યૂને લઈને ચર્ચામં છે. સ્ટાઈલિશ હાઈ સ્લિટ ડ્રેસમાં તેણીએ રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યુ હતું. એકવાર ફરી એક્ટ્રેસે કાન્સમાં પોતાના લુકથી રેડ કાર્પેટ પર આગ લગાવી દીધી છે. સની લિયોની હાલમાં જ રેડ કાર્પેટ પર સિમ્પલ અને ક્લાસી થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં જાેવા મળી હતી. લોન્ગ કેપ સાથે ન્યૂડ કલરની રિસ્કી થાઈ-હાઈ સ્લિટ ગાઉનમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. તેણીએ ખૂબ જ સિમ્પિલ રીતે પોતાના લુકને કેરી કર્યો હતો. સની લિયોની હવે અનુરાગ કશ્યપની ફિલ્મ ‘કેનેડી’માં જાેવા મળશે. તેણી પોતાની આ ફિલ્મના કારણે કાન્સ ૨૦૨૩ના રેડ કાર્પેટ પર ચાલી શકી હતી. આ વખતે કાન્સમાં ઘણી એક્ટ્રેસે ડેબ્યૂ કર્યુ છે. જેમાંથી એક સની લિયોની પણ છે. સનીએ હાલમાં જ પોતાના ડેબ્યૂની પહેલી ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેમાં તેણી ખૂબ જ સ્ટાઈલિશ લુકમાં જાેવા મળી હતી, સનીના આફોટો જાેઈને ફેન્સ તેના દીવાના થઈ રહ્યા છે. સની લિયોની કાન્સમાં પોતાના દરેક લુકના ફોટો શેર કરતી રહે છે. એક્ટ્રેસે પોતાના આઉટફીટથી ફેશન ગોલ્સ સેટ કરી રહી છે. સનીનો કાન્સ લુક ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેનો દરેક લુક ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે. ફેન્સ તેના વખાણ કરતાં થાકતાં નથી. તેના ફોટા પર ફેન્સ સતત કોમેન્ટ કરીને વખાણ કરી રહ્યા છે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *