Delhi

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરેલ ૨ આતંકવાદીઓની પૂછપરછમાં થયો ખુલાસો

નવીદિલ્હી
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરાયેલા બે શંકાસ્પદ આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધરપકડ કરાયેલા આતંકવાદીઓ કેટલાક દક્ષિણપંથી પ્રભાવશાળી લોકોને ટાર્ગેટ કિલિંગ કરવાની પ્રક્રિયામાં હતા અને પાકિસ્તાની હેન્ડલર્સના કહેવા પર તેમણે એક હિન્દુ છોકરાની હત્યા કર્યા બાદ સમગ્ર ડેમોનો વીડિયો પાકિસ્તાનને મોકલ્યો હતો. પોલીસે ગુરુવારે જહાંગીરપુરી વિસ્તારમાંથી બંને શંકાસ્પદ આતંકવાદીઓ નૌશાદ અને જગજીતની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓને પાકિસ્તાની હેન્ડલરોએ દક્ષિણપંથીના પ્રભાવશાળી લોકોની ટાર્ગેટ કિલિંગ કરવાનું કામ સોંપ્યું હતું. પાકિસ્તાની હેન્ડલર્સને તેમની કુશળતા બતાવવા માટે, બંનેએ ગયા વર્ષે ડિસેમ્બરમાં ભાલ્સવા ડેરી વિસ્તારમાં ૨૧ વર્ષીય ડ્રગ એડિક્ટ સાથે મિત્રતા કરી હતી. આ પછી ૧૫ ડિસેમ્બરે ભાલવા ડેરીમાં ભાડાના મકાનમાં તેની હત્યા કરવામાં આવી હતી, હત્યાનો વીડિયો પાકિસ્તાન મોકલવામાં આવ્યો હતો અને ત્યારબાદ લાશના ૮થી વધુ ટુકડા કરી ભાલવા ડેરી અને રોહિણી જેલ પાસે ફેંકી દેવામાં આવ્યા હતા, બદલામાં નૌશાદને ૨ લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે જહાંગીરપુરીના આ ઘરમાંથી જગજીત અને નૌશાદની ધરપકડ કરી હતી, જ્યાં નૌશાદ છેલ્લા ઘણા સમયથી રહેતો હતો. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે નૌશાદના પડોશીઓને વિશ્વાસ જ થતો નથી. પોલીસના જણાવ્યા અનુસાર, નૌશાદ અને જગજીત વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે. નૌશાદ આતંકવાદી સંગઠન હરકત ઉલ અંસાર સાથે સંકળાયેલો છે, જ્યારે જગજીત કેનેડામાં રહેલા ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ દલ્લા સાથે સંકળાયેલો છે. જગજીત અને નૌશાદ જેલમાં મળ્યા. જેલમાં જ નૌશાદ લાલ કિલ્લા પર હુમલાના આરોપી આરિફ મોહમ્મદ અને સોહેલને મળ્યા હતા. લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો સોહેલ ૨૦૧૮માં પાકિસ્તાન ગયો હતો પરંતુ નૌશાદ સતત તેના સંપર્કમાં હતો. બંનેને ટાર્ગેટ કિલિંગ અને ખાલિસ્તાની પ્રવૃત્તિઓ વધારવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પોલીસે બંને પાસેથી ૩ પિસ્તોલ, ૨૨ કારતૂસ અને ૨ હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા છે.

File-01-Page-06-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *