Delhi

દિલ્હીની LNJP હોસ્પિટલનો શરમજનક વીડિયો થયો વાયરલ, જાેવા મળ્યું કઈક આવું?!..

નવીદિલ્હી
ડોકટરોને ભગવાનનો દરજ્જાે આપવામાં આવે છે. પણ જીવનદાતા-જીવનરક્ષક જ્યારે જીવન ભક્ષક બની જાય ત્યારે શું સ્થિતિ થાય એની કલ્પના કરવી પણ અઘરી છે. જ્યારે આ ભગવાનો તેમની ફરજ યોગ્ય રીતે નિભાવવામાં નિષ્ફળ જાય છે. ત્યારે સામાન્ય લોકોનો વિશ્વાસ પણ તેમના પરથી જતો રહે છે. દેશની આરોગ્ય પ્રણાલીમાં વિશ્વાસ જગાડતો એક એવો જ શરમજનક વીડિયો દેશની રાજધાની દિલ્હીથી સામે આવ્યો છે. જ્યાં દિલ્હીની પ્રતિષ્ઠિત હોસ્પિટલે નવજાત બાળકીની સારવાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. શું છે સમગ્ર મામલો જાણો.. રાજધાની દિલ્હીની એક મોટી હોસ્પિટલ ન્દ્ગત્નઁનો એક શરમજનક વીડિયો સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે રવિવારે બપોરે ૨ઃ૦૦ વાગ્યે જન્મેલી એક બાળકીને હોસ્પિટલે પહેલા મૃત જાહેર કરી હતી. પરંતુ જ્યારે સંબંધીઓએ ઘરે જઈને જાેયું કે બાળકી જીવિત છે, ત્યારબાદ યુવતીના સંબંધીઓ તેને હોસ્પિટલ લઈ ગયા તો ડોક્ટરોએ તેને જાેવાની સ્પષ્ટ ના પાડી દીધી. આ પછી જ્યારે સેન્ટ્રલ ડીસીપીને આ અંગેની માહિતી મળી ત્યારે, કોઈ પણ સમય બગાડ્યા વિના, સંજ્ઞાન લેતા, સેન્ટ્રલ ડીસીપીએ આ બાળકીનો જીવ બચાવવા હોસ્પિટલના ઉચ્ચ ડોકટરોનો સંપર્ક કર્યો, જેના પરિણામે બાળકીનો જીવ બચી ગયો. પોલીસની મદદથી સઘન સારવાર ચાલી રહી છે. ડોક્ટરોને સોંપ્યા બાદ બાળકી લગભગ અઢી કલાક સુધી તે બોક્સમાં બંધ રહી. ઘરે પહોંચ્યા પછી સંબંધીઓને ડબ્બામાંથી થોડો અવાજ સંભળાયો. આ પછી જ્યારે સંબંધીઓએ બોક્સ ખોલ્યું તો તેમને ખબર પડી કે બાળકી જીવિત છે. સંબંધીઓએ મોબાઈલ ફોનના કેમેરાથી બોક્સ ખોલવાની ઘટનાનો વીડિયો બનાવ્યો છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પરિજનોએ તબીબો પર બાળકીને મારવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. કહેવાય છે કે અગાઉ બાળકીને બેદરકારીના કારણે મૃત જાહેર કરવામાં આવી હતી. આ પછી તેને બોક્સમાં બંધ કરી દેવામાં આવી હતી. ડોક્ટરોની બેદરકારીના કારણે આ બાળકી લગભગ અઢી કલાક સુધી બોક્સમાં બંધ રહી હતી. આ તેને ગૂંગળાવી શકે છે. જેના કારણે બાળકીનું મોત થઈ શકે છે.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *