Delhi

દુલ્હને ૧૦ રૂપિયાની નોટ પર લખ્યો લવ લેટર થયો વાયુવેગે વાઈરલ

નવીદિલ્હી
હાલમાં પ્રેમનો મહિનો એટલે કે લોકો વેલેન્ટાઈન વીકમાં પોતાના લવરને ગિફ્ટ મોકલી રહ્યા છે. આ દરમિયાન એક દુલ્હને પોતાના પ્રેમીને ૧૦ રૂપિયાની નોટમાં મેસેજ લખીને અજીબોગરીબ ડિમાન્ડ મુકી છે. હકીકતમાં જાેઈએ તો, દુલ્હન પોતાના લગ્નથી ખુશ નથી. એટલા માટે તે પોતાના પ્રેમીને મેસેજ લખીને તેને લગ્નના મંડપમાંથી ભગાડવાની વાત કરી રહી છે. ઈન્ટરનેટ પર આ ૧૦ રૂપિયની નોટની તસ્વીર વાયરલ થઈ રહી છે. દુલ્હને ૧૦ રૂપિયાની નોટ પર પોતાના બોયફ્રેન્ડ વિશાલના નામ પર લેટર લખ્યો છે. આ નોટ સામે આવ્યા હતા વિશાલ અને કુસુમ નામના ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડની ચર્ચા થવા લાગી છે. લેટરમાં લખ્યા અનુસાર, કુસુમ નામની છોકરીના લગ્ન ૨૬ એપ્રિલે છે. આ અગાઉ તે પોતાના પ્રેમી વિશાલ માટે ૧૦ રૂપિયાની નોટ પર લેટર લખે છે. આ લેટરમાં કુસુમે લખ્યું છે કે, વિશાલ મારા લગ્ન ૨૬ એપ્રિલે છે. મને ભગાડીને લઈ જા. આઈ લવ યૂ. તારી કુસુમ. એવું લાગી રહ્યુ છે કે, આ નોટ અન્ય કોઈના હાથમાં આવી ગઈ અને આ નોટમાં લખેલો મેસેજના ફોટો પાડી ઈન્ટરનેટ પર શેર કરી દીધો. આ તસ્વીરને ટિ્‌વટર પર એક યુઝરે શેર કરી છે. તેની સાથે યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, ટિ્‌વટર પોતાની તાકાત દેખાડે. ૨૬ એપ્રિલ પહેલા કુસુમનો આ મેસેજ વિશાલ સુધી પહોંચાડવાનો છે. બે પ્રેમ કરનારાને ભેગા કરાવાના છે. મહેરબાની કરીને તેને આગળ શેર કરો. અને તમામ વિશાલને ટેગ કરો. જેને આપ જાણતા હો.

Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *