Delhi

દેશમાં કોરાનાના ૧૫૭૩ નવા કેસ નોંધાયા, ૪નાં મોત

નવીદિલ્હી
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૭૩ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને લીધે ચારનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં ૨૨૦.૬૫ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૪,૪૭,૦૭,૫૨૫ કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૪૧,૬૫,૭૦૩ લોકો માત આપી ચૂક્યા છે. પાછલા ૨૪ કલાકમાં ૯૧૦ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા ૧૦,૯૮૧એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા ૦.૦૨ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૭૯ ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને ૧.૧૯ ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૧,૨૦,૯૫૮ લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી ૯૨.૦૫ કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૧.૩૦ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૧.૪૭ ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં ૨,૨૦,૬૫,૬૫,૩૬૧ કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૧૧,૩૩૯ લોકોને રસી આપવામાં આવી હતી.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *