Delhi

નવી ગાઈડલાઈન ઃ વોટ્‌સએપ પર અજાણ્યા વીડિયો કૉલથી સાવધાન રહો, થઈ જશો કંગાળ

નવીદિલ્હી
ભારતીય મોબાઈલ સબ્સક્રાઈબરોની પાસે વિદેશથી આવી રહેલા વોટ્‌સઅપ પર અજાણ્યા કૉલ પર ગૃહમંત્રાલયે કડકાઈ દાખવી છે. ગૃહમંત્રાલયની ઈંડિયન સાઈબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર સંસ્થા એટલે કે, ૈં૪ઝ્રએ આ નવા ટ્રેંડને લઈને મહત્વનું એલર્ટ જાહેર કર્યું છે. તેના દ્વારા સામાન્ય લોકોને સતર્ક કરવામાં આવ્યા છે. આવી રીતે કોઈ પણ કૉલ રિસીવ ન કરો. તેનાથી છેતરપીંડીની ઘટના સામે આવી છે. આ પ્રકારના કૉલ્સથી લોકોની સાથે ફાયનાન્સિયલ ફ્રૉડ થઈ રહ્યું છે. વીડિયો દ્વારા જાહેર કરવામાં આવેલા એલર્ટમાં એવું કહેવાયુ છે કે, આવા નંબરોને તુરંત બ્લૉક કરવા જાેઈએ અને રિપોર્ટ કરવાનું શરુ કરવું જાેઈએ. આ ઉપરાંત તુરંત સ્થાનિક સાઈબર ક્રાઈમ યૂનિટને તેની સૂચના આપવી જાેઈએ. ભલે ગમે તેવી લાલચ અને ફાયદાની વાત થઈ રહી હોય, તેના સંબંધમાં કોઈ મેસેજ હોય કે કૉલ્સ આર્થિક નુકસાન પહોંચશે જ. તેના દ્વારા ફ્રોડ લોકો જાળ પાથરી ફસાવતા હોય છે. અહીં ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક મહિનાથી ભારતીય મોબાઈલ સબ્સક્રાઈબર્સના મોબાઈલ પર વિદેશમાંથી વોટ્‌સએપ પર અજાણ્યા કોલ આવી રહ્યા છે, તેની સાથે ફાઈનાન્સિયલ ફ્રોડ પણ મોટી સંખ્યામાં થઈ રહ્યા છે. છેતરપીંડી કરવાની આ નવી રીત જાેતા ગૃહમંત્રાલયે મહત્વની એડવાઈઝરી સામાન્ય લોકો માટે જાહેર કરી છે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *