નવીદિલ્હી
ગત ૮ ફેબ્રુઆરીના રોજ રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફરી એક વખત રેપો રેટમાં ૨૫ બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. રેપો રેટમાં આ વધારા બાદ અનેક મોટી પ્રાઇવેટ અને સરકારી બેંકો સિવાય સ્મોલ ફાઇનાન્સ બેંકોએ પણ પોતાની ફિક્સ્ડ ડિપોઝીટ રેટને વધારી દીધા છે. તેમાં હવે ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકએ ૨ કરોડ રૂપિયાથી ઓછી રકમની એફડી પર વ્યાજ દરો વધારી દીધા છે. વ્યાદ દરોમાં આ વધારા બાદ ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક ૭૫૦ દિવસની એફડી પર તેના જનરલ કસ્ટમર્સને ૮.૧૧ ટકા વ્યાજ આપી રહી છે. તો આ સ્મોલ ફાઇનાન્સ બેંક આ જ ટાઇમ પિરિયડ પર પોતાના સીનિયર સિટીઝન્સ ગ્રાહકોને ૮.૭૧ ટકા વ્યાજ આપી રહી છે. ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકની ઓફિશ્યલ વેબસાઇટ દ્વારા મળતી જાણકારી અનુસાર વધેલા નવા વ્યાજ દર ૧૩ ફેબ્રુઆરીથી લાગૂ થયા છે. ઇન્ટરેસ્ટ રેટમાં આ વધારા બાદ આ સ્મોલ ફાઇનાન્સ બેંક પોતાના ગ્રાહકોને ૭ દિવસથી ૪૫ દિવસની એફડી પર ૩ ટકા, ૪૬ દિવસથી ૯૦ દિવસની એફડી પર ૩.૫૦ ટકા, ૯૧ દિવસથી ૧૮૦ દિવસની એફડી પર ૪.૫૦ ટકા, ૧૮૧ દિવસથી ૩૬૪ દિવસની એફડી પર ૫.૫૦ ટકા, ૧૨ મહીનાથી ૧૫ મહીનાની એફડી પર ૭.૨૫ ટકા અને ૧૫ મહીના ૧ દિવસથી ૪૯૯ દિવસની એફડી પર ૭.૩૦ ટકા વ્યાજ મળશે. તો ૫૦૦ દિવસની એફડી પર બેંક તેના ગ્રાહકનોને ૭.૫૦ ટકા, ૫૦૧ દિવસથી ૧૮ મહીનાની એફડી પર ૭.૩૦ ટકા અને ૧૮ મહીનાથી ૨૪ મહીનાની એફડી પર ૭.૩૦ ટકાનું વ્યાજ આપશે. અહીં મળશે ૮.૧૧ ટકા વ્યાજ?.. જાણી લો.. બીજી તરફ સ્મોલ ફાઇનાન્સ બેંક પોતાના ગ્રાહકોને ૨૪ ગ્રાહકોને ૨૪ મહીનાથી ૭૪૯ દિવસની એફડી પર ૭.૫૦ ટકા, ૭૫૦ દિવસની એફડી પર મહત્તમ ૮.૧૧ ટકા, ૭૫૧ દિવસથી ૯૯૯ દિવસની એફડી પર ૭.૫૦ ટકા અને ૧૦૦૦ દિવસની એફડી પર ૮ ટકા વ્યાજ મળશે. આ સિવાય બેંક ૧૦૦૧ દિવસથી ૪૮ મહીનાની એફડી પર ૭ ટકા, ૪૮ મહીના ૧ દિવસથી ૫૯ મહીનાની એફડી પર ૬.૭૫ ટકા, ૫૯ મહીના ૧ દિવસથી ૬૬ મહીનાની એફડી પર ૭ ટકા અને ૬૬ મહીના ૧ દિવસથી ૮૪ મહીનાની એફડી પર ૬ ટકાનું વ્યાજ આપશે.


