Delhi

નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટમાં ખાલી પડેલી જગ્યાઓ વહેલી તકે ભરો ઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નિર્દેશ

નવીદિલ્હી
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટની ખાલી જગ્યાઓ વહેલી તકે ભરવાનો નિર્દેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતીની નોંધ લીધી હતી કે પંચમાં માત્ર એક જ જગ્યા ખાલી છે. ખંડપીઠે કહ્યું કે ભારત સરકારે અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગની ખાલી જગ્યાઓ ઝડપથી ભરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પગલાં લેવા જાેઈએ. સર્વોચ્ચ અદાલત ‘આંબેડકર એસોસિયેશન ફોર ડેવલપમેન્ટ’ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ/ઉપ-અધ્યક્ષ અને સભ્યોની જગ્યાઓ સમય-બાઉન્ડમાં ભરવાના નિર્દેશોની માંગ કરવામાં આવી હતી. ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વિજય સાંપાલા હાલમાં આયોગના અધ્યક્ષ છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *