Delhi

પનામા પેપર્સ કેસ ૭ વર્ષ પછી ફરી ખુલ્યો

નવીદિલ્હી
શું પાકિસ્તાનની રાજકીય રમતમાં વધુ એક નવો વળાંક જાેવા મળશે? અત્યાર સુધી ઈમરાન ખાન મુશ્કેલીમાં હોય તેવું લાગતું હતું, પરંતુ હવે શરીફ પરિવાર પર ખતરાના વાદળો મંડરવા લાગ્યા છે. પનામા પેપર્સ કેસ, જેમાં ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને પહેલા જેલ અને પછી દેશ છોડીને લંડન જવું પડ્યું હતું, તે ફરીથી ખોલવામાં આવ્યો છે. લીક થયેલા પેપરની યાદીમાં જેમના નામ હતા તેવા તમામ ૪૩૬ લોકોને સજાની માગણી સાથે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ યાદીમાં નવાઝ શરીફ પરિવારના સભ્યોના નામ પણ છે. ઘણા વર્ષો પછી ધૂળ સાફ કરતા સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી માટે ૯ જૂનની તારીખ નક્કી કરી છે. જમાત-એ-ઈસ્લામીએ પહેલીવાર વર્ષ ૨૦૧૬માં અરજી દાખલ કરી હતી. ત્યારપછી બીજા વર્ષે ફરી એક અરજી દાખલ કરીને એ તમામ લોકો સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી, જેમણે દેશના પૈસા ખાધા હતા. જાે કે તે સમયે પાંચ જજાેની બેન્ચે આ કેસને નવાઝ શરીફના કેસથી અલગ કરી દીધો હતો. જાે કે કોર્ટે ખાતરી આપી હતી કે આ મામલાને યોગ્ય સમયે સુનાવણી માટે લેવામાં આવશે. હવે ૯ જૂને જસ્ટિસ તારિક મસૂદની અધ્યક્ષતાવાળી બે સભ્યોની બેન્ચ સુનાવણી કરશે.
એટર્ની જનરલને પણ નોટિસ
જાે કે, જમાત-એ-ઈસ્લામી ચીફ સિરાજુલ હકની અરજીમાં કોઈ નેતા કે ઉદ્યોગપતિનું નામ નથી. પરંતુ પનામા પેપર્સ લીકમાં જે નામો આવ્યા છે તેમની સામે કાર્યવાહી થવી જાેઈએ તેવું કહેવામાં આવ્યું હતું. અરજીમાં ફેડરેશન ઓફ પાકિસ્તાન, કાયદા મંત્રાલય, નાણા મંત્રાલય, કેબિનેટ ડિવિઝન અને નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરોને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. આ યાદીમાં પહેલા ૨૦૦ જેટલા નામ આવ્યા હતા, પછી આ સંખ્યા વધીને ૪૦૦ને પાર કરી ગઈ. આ યાદીમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનું નામ પણ હતું. હવે પાકિસ્તાનના એટર્ની જનરલ (એજીપી) મન્સૂર અવાન અને અન્યને નોટિસ જાહેર કરી છે.
નવાઝ શરીફને સજા થઈ
એપ્રિલ ૨૦૧૬માં પનામા પેપર્સ લીકથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો. પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફ પણ આની પકડમાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે નવાઝ શરીફે ગેરકાયદેસર રીતે સંપત્તિ એકઠી કરી છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે તેમને પીએમ પદ માટે અયોગ્ય ઠેરવ્યા અને ૧૦ વર્ષની સજા સંભળાવી હતી. બાદમાં તબીબી કારણોસર તેમને લંડન જવાની પરવાનગી મળી હતી. ત્યારથી નવાઝ શરીફ પાકિસ્તાન પરત ફરી શક્યા નથી. આ કેસમાં નવાઝ શરીફના જમાઈ કેપ્ટન (રિટાયર્ડ) સફદર અને પુત્રી મરિયમ નવાઝ શરીફનું નામ પણ છે. આવી સ્થિતિમાં તેમની મુશ્કેલીઓ વધી શકે છે.

Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *