Delhi

પહેલીવાર ગરમી માટે રાહતના સમાચાર આવ્યા ઃ મે મહિનો મે મહિના જેવો નહિ લાગે

નવીદિલ્હી
મે મહિનો એટલે કાળઝાળ ગરમીનો મહિનો. આ મહિનામાં દેશમાં સૌથી વધુ આકરી ગરમી પડતી હોય છે. દેશમાં જનજીવન જાણ ઠપ્પ થઈ જતુ હોય છે. લોકો કામ વગર બહાર જવાનુ ટાળે છે. મે મહિનામાં ગરમીનો પારો ૪૫ થી ૫૦ ડિગ્રી સુધી પહોંચી જતો હોય છે. મે મહિનો તોબા બોલાવે છે. પરંતુ પહેલીવાર ગરમી માટે રાહતના સમાચાર આવ્યા છે. આ વર્ષે પહેલીવાર મે મહિનો મે મહિના જેવો નહિ લાગે. પહેલીવાર મે મહિનામાં ઓછી ગરમી અનુભવાશે. ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં સતત આવી રહેલા પલટાને કારણે આ વર્ષે મે મહિનામાં ઓછી ગરમી લાગશે. હવામાન ખાતાના એક્સપર્ટસના અનુસાર, ગુજરાત સહિત દેશમાં મે મહિનામાં કાળઝાળ ગરમીની શક્યતા નહિવત્‌ દેખાઈ રહી છે. અલ નીનોની અસરથી દેશમાં ચોમાસું નબળું રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સના લીધે ગરમી ઓછી રહેવાની શક્યતા છે. ગુજરાતમાં મે મહિનામાં ૪૩ ડિગ્રીથી તાપમાન વધવાની શક્યતા નહિવત્‌ છે. ૧૫ થી ૩૧ મે દરમિયાન સરેરાશથી તાપમાન સામાન્યથી ઓછું રહેશે. ગરમીના દિવસોમા અમદાવાદ સૌથી વધુ તપે છે. અનેકવાર અમદાવાદમાં મે મહિનામા ગરમીનો પારો ૪૫ ડિગ્રીથી ઉંચો જતો રહે છે. પરંતુ હાલની સ્થિતિ જાેતા અમદાવાદ સહિત રાજ્યભરમાં મે મહિનામાં આગ ઝરતી ગરમી પડવાની સંભાવના ઓછી છે. આ વખતે ગુજરાતમાં ગરમીનો પારો બહુ ઉંચે નહિ જાય. આ અંગે હવામાન નિષ્ણાતોનં કહેવું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અને કમોસમી વરસાદ પણ પડશે. એપ્રિલ મહિનામાં સૌથી વધુ વાતાવરણનો પલટો અનુભવાયો છે. જેથી એપ્રિલમાં ગરમીનું પ્રમાણ ઓછું રહ્યું છે. આવામાં મે મહિનો પણ સારો જશે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, આગામી મે મહિનો પણ સારો જશે. કેટલાક સ્થળોએ મે મહિનામાં વરસાદ પડી શકે છે. જેથી પ્રથમ બે સપ્તાહમાં હીટવેવની અસર ઓછી રહેશે. જાેકે, બદલાતું વાતાવરણથી ચોમાસા અંગેનું ટેન્શન વધી રહ્યું છે. કારણ કે, આ કારણે ચોમાસું નબળુ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. જેને કારણે અત્યારથી જ ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. હવામાન નિષ્ણાંતોની આગાહીના લીધે ખેડૂતોને હવે ચોમાસામાં શુ પકવવું તેનુ ટેન્શન થઈ રહ્યું છે. આગામી સાત દિવસમાં દેશમાં ક્યાંય હીટવેવની શક્યતા નથી. ૨૬ એપ્રિલથી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હિમવર્ષાનો એક રાઉન્ડ થશે. દેશભરમાં આકરી ગરમીથી લોકોને રાહત મળશે. ફરી એકવાર કરા અને માવઠાની મોસમ આવી છે. ગરમીનો પારો ડાઉન થશે. તાપમાન ઘટીને ૩૬ થી ૩૯ ડિગ્રી રહેવાની શક્યતા છે. જ્યારે હિમાલયના રાજ્યોમાં મહત્તમ તાપમાન ૧૫ થી ૨૫ ડિગ્રી જવાનુ અનુમાન છે.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *