Delhi

પાકિસ્તાનના અમીરો માટે મોંઘું થયું પેટ્રોલ!.. પ્રતિ લીટર પેટ્રોલના આટલા રૂપિયા વધારે ચુકવવા પડશે

નવીદિલ્હી
અમીરોને હવે વાહન ઈંધણ એટલે ડીઝલ અને પેટ્રોલ માટે ગરીબ અને મધ્યમ વર્ગની સરખાણીએ વધારે પૈસા ચૂકવવા પડશે. તેમને હવે પ્રતિ લીટર ૧૦૦ રૂપિયા વધારે ચૂકવવા પડશે. આવો કાયદો દેશને ઈંધણ અને નાણાંકીય સંકટથી લાગૂ કરવામાં આવી રહ્યો છે. અને આવો પ્રયોગ બીજા કોઈ દેશમાં નહીં પરંતુ ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં કરવામાં આવ્યો છે. રોયટર્સના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં ગયા મહિનાના છેલ્લાં પખવાડિયામાં ૨૨.૨૦ રૂપિયાનો વધારો કરવાનો ર્નિણય કર્યો હતો. તેના પછી દેશમાં એક લીટર પેટ્રોલની કિંમત ૨૭૨ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ હતી. જાેકે તેલ કંપનીઓ સકાર પર સતત ઈંધણના ભાવ વધારવાનું દબાણ કરી રહી છે. બીજીબાજુ ૈંસ્હ્લએ આ મામલા પર પોતાની શરત પાકિસ્તાન પર લગાવી દીધી છે. ઉર્જા અને નાણાં જેવા બેવડા સંકટથી ઝઝૂમી રહેલી પાકિસ્તાન સરકારે હવે અમીરો પાસેથી વધારે પૈસા ઉઘરાવવા માટેની યોજનાને અમલી બનાવી દીધી છે. કેમ કે દેવાના ભાર નીચે દબાયેલું પાકિસ્તાન કટોરો લઈને આમ-તેમ ફરી રહ્યું છે. વર્ષ ૨૦૧૬થી ૨૦૨૨ સુધી આ સાત વર્ષમાં પાકિસ્તાનની ચાલુ નાણાંકીય ખોટ ૭૪.૫ અરબ ડોલર હતી. જ્યારે આ સાત વર્ષ દરમિયાન સ્ટેટ બેંકનો વિદેશી મુદ્રા ભંડાર ૩.૬ અરબ ડોલર ઘટી ગયો. તેનો અર્થ સ્પષ્ટ એ છે કે પાકિસ્તાનને ૭૦ અરબ ડોલરની નાણાંકીય મદદની જરૂરિયાત છે. કેમ કે તેણે ૬૫ અરબ ડોલરની લોન લીધી છે. વિદેશી રોકાણ એટલું નથી કે તે ખર્ચને પહોંચી વળે. એવામાં સરકારને આર્થિક મદદ માગવી જ સારી લાગી. વિદેશી દેણદાર પાકિસ્તાનને કોઈ લોન આપવા માગતું નથી. તેનું પરિણામ એ આવ્યું કે પાકિસ્તાન પર મોટું આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. મોંઘવારી રોજેરોજ વધી રહી છે.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *