Delhi

પ્રિયંકા ચોપરાએ મેટ ગાલામાં ડાયમંડ નેકલેસ પહેર્યો, જેની કરોડો નહીં અબજાેમાં છે કિંમત..

નવીદિલ્હી
મેટ ગાલા ૨૦૨૩ ની શરૂઆત થઈ ગઈ છે અને દુનિયાભરના સ્ટાર્સ તેમની ફેશનનો જલવો વિખેરવા માટે રેડ કાર્પેટ પર આવી રહ્યા છે. જેમાં હોલિવૂડ અને બોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપરા પણ પતિ નિક જાેનાસ સાથે મેટ ગાલામાં પહોંચી હતી અને બંનેની ટ્યુનિંગે બધાનું દિલ જીતી લીધું હતું. ફેશન નાઈટની થીમ ‘કાર્લ લેગરફેલ્ડઃ અ લાઈન ઓફ બ્યુટી’ રાખવામાં આવી છે, જે દિવંગત ડિઝાઈનરના અવિસ્મરણીય વારસાને સેલિબ્રેટ કરે છે. જ્યારે પ્રિયંકાના થાઇ હાઇ સ્લિટ ગાઉને રેડ કાર્પેટ પર બધાનું ધ્યાન ખેંચ્યું હતું, ત્યારે તેના હદથી વધારે મોંઘા ડાયમંડ નેકલેસે સૌકોઇના હોશ ઉડાવી દીધા છે. પ્રિયંકા ચોપરા અને નિક જાેનાસે આ વખતે મેટ ગાલા ૨૦૨૩ માટે બ્લેક એન્ડ વ્હાઇટ કલરનાં આઉટફિટ્‌સ પસંદ કર્યા છે, જે તેમણે લક્ઝરી ફેશન હાઉસ ફટ્ઠઙ્મીહંૈર્હમાંથી પસંદ કર્યા છે. લવ વર્ડ્‌સના ઘણા ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પીસીએ જે ગાઉન પહેર્યું હતું તેમાં થાઇ હાઇ સ્લિટ હતો, જ્યારે નિક ઓવરસાઇઝ્‌ડ સૂટમાં ડૅપર દેખાતો હતો. પ્રિયંકાના આ ગાઉનમાં પ્લંગિંગ સ્ક્વેર નેકલાઇન આપવામાં આવી હતી, જેને એક રીતે ઑફ-શોલ્ડર પેટર્ન પણ કહી શકાય. બીજી તરફ, વેસ્ટ પર એક બાજુએ બો ડિઝાઇન આપવામાં આવી હતી, જે ટોરસો વાળા પાર્ટમાં પ્લીટ્‌સ ઉમેરી રહી હતી. પ્રિયંકા આ ફિગર-સ્કિમિંગ સિલ્હૂટમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જાેવા મળી હતી. તે જ સમયે, આ લુકને થોડો વધુ ક્લાસી બનાવવા માટે, તેણે ફ્લોર-લેન્થ જેકેટ કેરી કર્યું હતું, જેને ડ્રામેટિક ટ્રેન અને સ્લીવ્ઝ આપવામાં આવ્યા હતા, જે બધી લાઇમલાઇટ લૂંટી રહ્યું હતું. પીસીના આ ગાઉનમાં આપવામાં આવેલો થાઇ હાઇ સ્લિટ તેના ટોન્ડ લેગ્સને ફ્લોન્ટ કરી રહ્યો હતો. આ કટ બિકીની લાઇનમાંથી આપવામાં આવ્યો હતો, જાેકે પ્રિયંકાએ હંમેશાની જેમ આ ગાઉન પોતાના કોન્ફિડેન્સ સાથે કેરી કર્યો હતો. હસીનાએ પોતાનો લુક કંપ્લીટ કરવા માટે વ્હાઇટ કલરના ઓપેરા ગ્લોવ્ઝ પહેર્યા હતા. હાઈ હીલ્સ, ડાયમંડ નેકલેસ, મેચિંગ ઈયરિંગ્સ અને તેના વાળમાં રિબન એમ્બિલિશમેન્ટ સાથે બ્લેક પંપ હસીનાએ રાઉન્ડ ઓફ કર્યા હતા. પ્રિયંકાના આ લુકમાં સૌથી ખાસ વાત તેનો ૧૧.૬ કેરેટ ડાયમંડ નેકલેસ હતો, જે તેણે બુલગારી બ્રાન્ડમાંથી પસંદ કર્યો હતો. આ સ્ટેટમેન્ટ નેકપીસ ખૂબ જ મોંઘા હીરાથી જડેલો હતો અને આ તેની વિશેષતા છે. જાે રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો, આ નેકપીસની કિંમત ૨૫ મિલિયન ડોલર છે, જેની ભારતીય કિંમત લગભગ ૨૦૪ કરોડ રૂપિયાની આસપાસ હશે. જ્યારે નિક જાેનાસ બ્લેક ઓવરસાઈઝ બ્લેઝર સાથે સ્ટ્રેટ ફીટ પેન્ટ પહેરેલો જાેવા મળ્યો હતો. તેણે તેને વ્હાઇટ શર્ટ સાથે પેર કર્યુ હતું. તે ચંકી શૂઝ, સ્લીક ટાઈ અને બલ્ગારી બ્રાન્ડની લક્ઝરી વોચમાં ડેપર લાગતો હતો. તેનો બીયર્ડ લુક અને હેરસ્ટાઇલ ડેશિંગ લાગતા હતા.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *