Delhi

બાબર અને રિઝવાન પર કોઇપણ ટીમે દાંવ ના લગાવ્યો, આ ઇંગ્લેન્ડની ‘ધ હન્ડ્રેડ’ લીગની તમામ ટીમો

નવીદિલ્હી
ઇંગ્લેન્ડના શૉર્ટ ફૉર્મેટ ટૂર્નામેન્ટ ધ હન્ડ્રેડ (્‌રી ૐેહઙ્ઘિીઙ્ઘ)ની ત્રીજી સિઝન માટે ખેલાડીઓનો ડ્રાફ્ટ સામે આવી ચૂક્યો છે. આ લીગની તમામ ૮ ટીમોમાં ૧૪-૧૪ ખેલાડીઓ પસંદ કરવામાં આવ્યા છે, અહીં ચોંકાવનારી વાત એ રહી છે કે ટી૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટના બે દિગ્ગજ બેટ્‌સમેન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને અહીં કોઇ પણ ટીમે નથી ખરીદ્યા. આ બન્ને અનસૉલ્ડ રહ્યાં છે. ‘ધ હન્ડ્રેડ’ માટે માત્ર ચાર પાકિસ્તાનની ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા છે, આમાં ફાસ્ટ બૉલર શાહીન આફ્રિદી અને હેરિસ રાઉફને વેલ્સ ફાયરની ટીમે સિલેક્ટ કર્યા છે. વળી, ઁજીન્ ૨૦૨૩માં ધૂમ મચાવનારા અહસાનુલ્લાહને ઓવલ ઇનવિસિબલ્સે મોકો આપ્યો છે. પાકિસ્તાનના સ્પિન ઓલરાઉન્ડર શાદાબ ખાનને બર્મિંઘમ ફિનિક્સની સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યો છે. શાહીન આફ્રિદી અને શાદાબ ખાન જ્યાં ૧-૧ કરોડ વાળા ડ્રાફ્ટનો ભાગ છે. વળી, હેરિસ રાઉફ ૬૦ લાખ અને અહેસાનુલ્લાહ ૪૦ લાખ વાળા ડ્રાફ્ટમાં સામેલ છે. ઇંગ્લેન્ડની આ ટૂર્નામેન્ટ આ વર્ષે ૧લી ઓગસ્ટ, ૨૦૨૩ એ શરૂ થઇ રહી છે. આ ટૂર્નામેન્ટની ગઇ બે સિઝન એકદમ રોચક રહી છે. ક્રિકેટના આ નવા ફૉર્મેટમાં લોકોને જબરદસ્ત મજા આવી રહી છે. આવામાં આ ટૂર્નામેન્ટની ત્રીજી સિઝન રમવા માટે દુનિયાભરના કેટલાય ક્રિકેટર્સે રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ, પરંતુ સિલેક્ટેડ ખેલાડીઓને જ અહીં જગ્યા મળી શકી છે. ‘ધ હન્ડ્રેડ’માં આઠ ટીમો અને દરેક ટીમમાં ૧૪-૧૪ ખેલાડીઓ છે, એટલે કુલ ૧૧૨ ખેલાડીઓ આગામી સિઝન માટે પસંદ કરવામાં આવ્યા છે, આમાં મોટાભાગના ખેલાડી ઇંગ્લેન્ડના જ છે, આ પછી ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓની મોટી સંખ્યા છે. ઓસ્ટ્રેલિયામાંથી ગ્લેન મેક્સવેલ, ટિમ ડેવિડ જેવા ખેલાડીઓ પણ ત્રીજી સિઝનમાં અલગ અલગ ટીમોમાંથી રમતા દેખાશે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *