નવીદિલ્હી
રાહુલ ગાંધીના મોદી અટકને લઈને કોર્ટ કેસનો વિવાદ અટક્યો નથી ત્યાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. બિહારના ડેપ્યુટી ઝ્રસ્ તેજસ્વી યાદવ વિરુદ્ધ અમદાવાદની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણી ૧લી મેના રોજ થશે. ન્યૂઝ એજન્સી એ.એન.આઈ અનુસાર, આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે તેજસ્વી યાદવે ગુજરાતીઓને ઠગ અને ધુતારા જેવા અભદ્ર શબ્દો કહ્યા છે અને ગુજરાતીઓનું અપમાન કર્યું છે. તેજસ્વી યાદવ વિરુદ્ધ આઈપીસીની કલમ ૪૯૯ અને ૫૦૦ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મેટ્રો કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેજસ્વી યાદવ એક જવાબદાર પદ પર છે અને તેમના માટે આવું નિવેદન કરવું અયોગ્ય છે. તેમની સામે કડક કાર્યવાહી થવી જાેઈએ. ઉલ્લેખનીય છે કે તેજસ્વી યાદવે એક નિવેદનમાં કહ્યું હતુ કે કહ્યું હતું કે ગુજરાતીઓ ગુંડા છે અને તપાસ એજન્સીઓએ તેમની સાથે કામ કરતી વખતે વધુ સાવચેતી રાખવી જાેઈએ. જાે કે તે સમયે મેહુલ ચોક્સી વિશે વાત કરવામાં આવી રહી હતી, પરંતુ તેજસ્વી યાદવે ગુજરાતીઓને લઈને પોતાનું નિવેદન આપ્યું હતું. જેના કારણે એક સમુદાયને લઈને સંબોધન હોવાનું અને અપમાનજનક હોવાનું કહેવામા આવી રહ્યું છે. બીજી તરફ તેમના આ નિવેદન પર પાર્ટી તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેજસ્વીએ તમામ ગુજરાતીઓ અને સમાજનું અપમાન કર્યું છે અને જાણી જાેઈને આવું કર્યું છે. જેના કારણે ગુજરાતની જનતાને માનસિક પીડા થઈ છે. તેજસ્વી યાદવ સામેની અરજી એવા સમયે દાખલ કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને અપરાધિક માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને બે વર્ષની સજા કરવામાં આવી છે. તેમણે મોદી અટક પર ટિપ્પણી કરી હતી. અને ત્યાર બાદ તેઓને સજા પણ થઈ હતી અને સાંસદ તરીકેનો આવાસ પણ ખાલી કરવો પડ્યો હતો.