Delhi

બેંક લોન મામલાઓ સંદર્ભે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો

નવીદિલ્હી
બેંક લોન મામલાઓ સંદર્ભે સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી લોન લેનારાઓનો પક્ષ સાંભળવામાં ન આવે ત્યાં સુધી તેમના ખાતાને ‘ફ્રોડ જાહેર’ કરવામાં ન આવે. સુનાવણીની તક આપ્યા વગર લોન લેનારાઓના ખાતાઓને ફ્રોડમાં વર્ગીકરણ કરવાથી ગંભીર સિવિલ પરિણામ આવી શકે છે. આ એક પ્રકારે લોન લેનારાઓને ‘બ્લેક લિસ્ટ’ માં નાખવા સમાન છે. આથી ફ્રોડ પર માસ્ટર નિર્દેશો હેઠળ ઉધાર લેનારાને સુનાવણીની તક મળવી જાેઈએ. કોર્ટે કહ્યું કે ઓડી અલ્ટરમ પાર્ટેમના સિદ્ધાંતોને ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંક ખાતાઓના ફ્રોડ ખાતામાં વર્ગીકરણ પર બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં વાંચવામાં આવે. આ પ્રકારનો ર્નિણય એક તર્કપૂર્ણ આદેશ દ્વારા થવો જાેઈએ. એવું ન માની શકાય કે માસ્ટર સર્ક્‌યુલર કુદરીત ન્યાયના સિદ્ધાંતોને બહાર કરે છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ હિમા કોહલીની બેન્ચે ડિસેમ્બર ૨૦૨૦માં તેલંગણા હાઈકોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાને યથાવત રાખ્યો છે. બેન્ચે ગુજરાત હાઈકોર્ટના તે ચુકાદાને પણ રદ કર્યો જે તેનાથી વિપરિત હતો. તેલંગણા હાઈકોર્ટે કહ્યું હતું કે ઓડી અલ્ટરમ પાર્ટેમનો સિદ્ધાંત એટલે કે પક્ષને સુનાવણીની તક આપવી, પછી ભલે તે ગમે તેટલો નાનો કેમ ન હોય, કોઈ પાર્ટીને ‘ફ્રોડ કરજદાર’ કે ‘ફ્રોડવાળા ખાતાનો ધારક’ તરીકે જાહેર કરતા પહેલા લાગૂ થવો જાેઈએ.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *