Delhi

ભાજપ નેતા બાબુલાલ મરાંડીએ મને કહ્યું હતું કે ઝારખંડની હેમંત સોરેન સરકાર બદલી નાખો ઃ અમિત શાહ

નવીદિલ્હી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડની હેમંત સોરેન સરકારને લઇ મોટો ખુલાસો કર્યો છે હકીકતમાં તાજેતરમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન દ્વારા ભાજપ પર તેમની સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો તેને કેટલાક દિવસો બાદ ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું છે કે ભાજપ વિધાનસભા પક્ષના નેતા બાબુલાલ મરાંડીએ તેમને ઝારખંડમાાં સરકાર બદલવાની વિનંતી કરી હતી પરંતુ તેમણે કહ્યું કે લોકતંત્રમાં આ રીતથી સરકાર બદલી શકાતી નથી ઝારખંડના લોકો સરકાર બદલી દેશે. જેએમએમના નેતૃત્વવાળી ગઠબંધન સરકારને બદલવા માટે મરાંડીથી સંપર્ક કરવા પર અમિત શાહે કહ્યું કે મને બાબુલાલજીએ કહ્યું હતું કે બદલી દો.મેં કહ્યું કે બાબુલાલજી લોકતંત્ર છે સરકાર હું ન બદલી શકું પરંતુ આ વખતે જે ચુંટણી પરિણામ આવનાર છે ઝારખંડની જનતા સરકારમાં નિશ્ચિત પરિવર્તન કરનાર છે.ઝારખંડના લોકો ચોક્કસપણે આ સરકારને બદલી નાખશે. તાજેતરમાં જ હેમંત સોરેને અનેક પ્રસંગો પર ભાજપ પર તેમની સરકારને તોડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો આ દરમિયાન ભાજપના સરકાર તોડવાના પ્રયાસોથી બચવા માટે તેમણે અનેક ધારાસભ્યોને કોંગ્રેસ શાસિત છત્તીસગઢ પણ મોકલ્યા હતાં જાે કે ભાજપે આ આરોપોનો ઇન્કાર કર્યો હતો. તાજેતરમાં ચાઇબાસામાં અમિત શાહે એક જાહેરસભાને સંબોધન કરી હતી જેમાં તેમણે સોરેન સરકારને રાજય સરકારની અધિવાસી નીતિ પર કામ કરવા માટે કહ્યું હતું.તેમણે મુખ્યમંત્રી સોરેન પર રાજયમાં વિભાજનને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેમણે ચાઇબાસાના લોકો સાથે છેંતરપીડી કરી છે તેમણે ભાજપ કાર્યકર્તાઓને સંકલ્પ અપાવ્યો હતો કે તે ભ્રષ્ટ્‌ સરકારને આગામી ચુંટણીમાં સત્તામાંથી બેદખલ કરશે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *