Delhi

ભાજપના સાંસદે એવું તો શું કામ કર્યું કે પ્રધાનમંત્રીએ પણ કર્યા વખાણ

નવીદિલ્હી
ભારતીય જનતા પાર્ટીના સાંસદ વૃજલાલે તેમનું ઘર ચકલીઓને સમર્પિત કરી દીધું છે. એકબાજુ આજે ચકલી લુપ્ત પક્ષીઓમાં જવાની તૈયારી છે. ત્યાં બીજીતરફ સાંસદે તેમના ઘરમાં ૧૦૦થી વધુ ચકલીઓના માળાને સુરક્ષિત રાખ્યાં છે. તેમના કલબલાટથી આખું ઘર નહીં આખોય વિસ્તાર જીવંત રહે છે. દિલ્હીમાં રહેતા ભાજપના સાંસદ વૃજલાલે જણાવ્યુ હતુ કે, ગોમતીનગર વિસ્તારમાં વર્ષ ૨૦૧૦માં આ ઘરનો પાયો નાંખવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૧માં પહેલીવાર આ ઘરમાં ચકલીઓની જાેડી આવી હતી. તે જાેઈને તેમણે તાત્કાલિક માટીના ગલ્લાને માળાની જેમ બનાવી લટકાવ્યો હતો અને તેની આસપાસ પાણી, ચોખા અને બાજરાની વ્યવસ્થા કરી હતી. અહીંથી આ સફર શરૂ થાય છે. જાેતજાેતામાં આજે અહીંયા ૧૦૦થી વધુ ચકલી રહે છે. ઘરમાં ડાળખીના માળામાં ચકલીઓ રહે છે. તેઓ જણાવે છે કે, નાનપણમાં તેમનું ઘર સિદ્ધાર્થનગરના એક નાનકડા ગામમાં હતું. ત્યારે તેમની માતા વરસાદ હોય કે કોઈપણ સિઝન હોય તો કહેતી હતી કે, ચકલી માટે દાણા-પાણીની વ્યવસ્થા કરી નાંખો જેથી ચકલીઓ ભૂખી ન રહે. ત્યારથી આ સંસ્કાર તેમનામાં આવ્યા છે અને આજે પણ તેઓ સતત તેને જાળવી રાખે છે. ભાજપના સાંસદના આ પ્રયત્ન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વખાણ્યો છે અને તેમણે ટ્‌વીટ કરી લોકોને આવા પ્રયત્ન કરવા માટે પ્રેરણા આપી હતી. ભાજપ સાંસદનું આ આખુંય ઘર હરિયાળીથી ઘેરાયેલું છે. ઘરમાં પ્રવેશ કરતાંની સાથે જ તમને રંગબેરંગી માળાઓ દેખાશે. તેમાં ચકલીઓ અવરજવર કરતી જાેવા મળશે. તેના પર બેસેલી જાેવા મળશે. દાણા-પાણી લેતા જાેવા મળશે. તેટલું જ નહીં, અહીં ચકલીઓએ નારિયેળની છાલથી પણ માળા બનાવ્યાં છે.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *