Delhi

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયા તરફી મેચ ઝૂકતી જાેવા મળી

નવીદિલ્હી
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં (ઉ્‌ઝ્ર હ્લૈંદ્ગછન્), ભારત અને ઑસ્ટ્રેલિયા (ભારત દૃજ છેજ) વચ્ચે ટેસ્ટ મેચના પ્રથમ દિવસેઓસ્ટ્રેલિયા તરફી મેચ ઝૂકતી જાેવા મળી હતી. રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. ભારતીય બોલરોએ દિવસની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાને પહેલો ઝટકો આપ્યો હતો અને ૧૦૦ની અંદર જ તેના ૩ બેટ્‌સમેનોને પેવેલિયન પરત મોકલી દીધા હતા. પરંતુ ત્યાર પછી બેટિંગ કરવા આવેલા ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથે દિવસના અંત સુધીમાં પરિણામ બદલી નાખ્યું હતું. ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથ બંને શાનદાર સદીની ઇનિંગ્સ રમી હતી. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ બીજા દિવસની રમતમાં આવતાની સાથે જ વળતો પ્રહાર કરતાં પહેલા સેશન સુધી ટીમ ઈન્ડિયાએ ૪ વિકેટ પોતાના નામે કરી હતી.સ્ટીવ સ્મિથ અને ટ્રેવીસ હેડની સદીનાં કારણે ઓસ્ટ્રેલિયા ૪૬૯ રને ઓલઆઉટ થયું હતું. ભારત તરફથી મોહમ્મદ સિરાઝે સૌથી વધારે ૪ વિકેટ ઝડપી હતી. આ સિવાય શાર્દૂલને ૨, શમીને બે અને રવીન્દ્ર જાડેજાને એક વિકેટ મળી હતી. પણ રમતનાં બીજા દિવસે બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ક્રિકેટ ટીમે ઓપનિંગ શરૂઆત થોડી સારી અને ઝડપી કરી હતી. એક સમયે બંને બેટ્‌સમેનો સેટ થયેલા લગતા હતા ત્યારે જ ભારતે ૩૦ રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં સૌથી પહેલા કેપ્ટન રોહિત શર્મા એલબીડબલ્યુ અને ત્યાર પછી શુભમન ગિલ બોલ્ડ આઇટ થયા હતા. ત્યાર પછી ભારતે ૫૦ રને ચેતેશ્વર પૂજારા અને ૭૧ રનના સ્કોર પર પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની વિકેટ ગુમાવી હતી. ત્યાર પછી બેટિંગ કરવા આવેલા અજિંક્ય રહાણે અને રવીન્દ્ર જાડેજાએ ટીમને થોડી સ્થિરતા અપાવે તેવી આશા જગાડી હતી અને ટીમનો સ્કોર ૧૦૦ રનને પાર પહોંચાડ્યો હતો. બીજા દિવસની રમતનાં અંતે ભારતની પ્રથમ અને મેચની બીજી ઇનિંગની ૩૮ ઓવર્સ પૂરી થઈ હતી અને ભારતની અડધી ટીમ પેવેલિયનભેગી થઈ ગઇ હતી. ભારતીય ટીમે ૫ વિકેટ ગુમાવીને ૧૫૧ રન બનાવ્યા હતા અને ભારત હજુ ઓસ્ટ્રેલિયાથી ૩૧૮ રન પાછળ છે. ઉ્‌ઝ્ર હ્લૈંદ્ગછન્ માં ૈંઝ્રઝ્ર રેન્કિંગ પર નંબર. ૧ ટેસ્ટ બોલર રવિચંદ્રન અશ્વિનને ટીમમાં પસંદ ન કરવા બદલ રોહિત શર્મા અને ભારતીય ટીમ મેનેજમેન્ટની આકરી ટીકા કરવામાં આવી રહી છે. જાેકે, રવિન્દ્ર જાડેજા અને ચાર સીમર સાથે આગળ વધવા પાછળનું મુખ્ય કારણ તેમનું બેલેન્સ હોવાનો બચાવ થાય છે. રિષભ પંતની ગેરહાજરીમાં મિડલ ઓર્ડર થોડો નબળો લાગે છે. તેથી હવે તમામ પરિસ્થિતિઓમાં કુશળ બેટ્‌સમેન જાડેજાને છોડવાનો વિચાર બેકાર લાગ્યો છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર્સની બેટિંગ સારી નથી. તેનો અર્થ એ છે કે શાર્દુલ ઠાકુર પણ ઇલેવનમાં નિશ્ચિત હતો. પરંતુ કદાચ ઉમેશ યાદવની જગ્યાએ અશ્વિનને પસંદ કરવાનું વધુ સારું હોત. સીમ-બોલિંગ ઓલરાઉન્ડરની ગેરહાજરી વધુ મુંઝવણ ભરેલી રહી છે. શાર્દુલને ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં તેની બે પ્રભાવશાળી ઇનિંગ્સ છતાં કોઈ પણ પરિસ્થિતિમાં સાચો કે મોટો ઓલરાઉન્ડર ગણી શકાય નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *