નવીદિલ્હી
ભારતની સતત ટીકા કરનારા નેપાળના પૂર્વ વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ હવે ભારતને ગાઢ મિત્ર બતાવ્યું છે આ સાથે જ કહ્યું છે કે ભારત અને નેપાળ બંન્ને ગાઢ મિત્રો વચ્ચે જાે કોઇ વિવાદ છે તો તેને વાતચીત દ્વારા દુર કરી શકાય છે.એ યાદ રહે કે ઓલીને ભારત વિરોધી નિવેદનો માટે જાણવામાં આવે છે . હકીકતમાં અહીં યાત્રા પર આવેલ ભારતીય વિદેશ સચિવ વિનય કવાત્રાની સાથે ઓલીએ લાંબી બેઠક કરી અને કહ્યું કે નેપાળ અને ભારતની વચ્ચે કોઇ પણ રીતના મતભેદને વાતચીત દ્વારા દુર કરી શકાય છે. સીપીએન યુએમએલ અધ્યક્ષના એક નજીકના સુત્રોએ આ માહિતી આપી કવાત્રાએ નેપાળના વરિષ્ઠ રાજનીતિક હસ્તીઓની સાથે અલગ અલગ બેઠક કરી હતી વિદેશી મામલાને લઇ ઓલીના સલાહકાર રાજન ભટ્ટારાઇએ કહ્યું કે ઓલી અને કવાત્રાએ દ્વાપક્ષીય સંબંધોના તમામ પાસાઓ પર વ્યાપક ચર્ચા કરી. રાજન ભટ્ટારાઇએ કહ્યું કે વાતચીત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થઇ ઓલીએ રેખાંકિત કર્યા.નેપાળ ભારત સંબંધ પ્રાચીન અને બહુઆયામી છે.જેમણે રાજનયની આધુનિક શરતોથી પરિભાષિત કરી શકાય નહીં કારણ કે આ સંબંધ અતિ પ્રાચીન કાળથી છે.ભટ્ટારાઇએ ઓલીના હવાલાથી કહ્યું કે નજીકના મિત્રો વચ્ચે કેટલાક મતભેદ હોવાનું સ્વાભાવિક છે અને તેમનું માનવુ છે કે કોઇ પણ રીતના મતભેદોને વાતચીત દ્વારા શાંતિપૂર્ણ રીતે હલ કરી શકાય છે. એ યાદ રહે કે કે પી શર્મા ઓલીના વડાપ્રધાન રહેતા ભારત અને નેપાળના સંબંધો ખુબ તનાવપૂર્ણ થઇ ગયા હતાં સીમા પર પણ તનાવની સ્થિતિ પેદા થવા લાગી હતી ઓલી ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના સમર્થક છે.
