Delhi

ભારત સરકારે તૈયબાના સહયોગી સંગઠન ્‌ઇહ્લ પર પ્રતિબંધ, તેના કમાન્ડરો આતંકવાદી જાહેર કર્યા

નવીદિલ્હી
ભારત સરકારે લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (્‌ઇહ્લ)ને આતંકવાદી સંગઠન જાહેર કરીને તેના પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સંગઠન જમ્મુ-કાશ્મીરમાં અનેક ટાર્ગેટ કિલિંગમાં સંડોવાયેલું છે. ગૃહ મંત્રાલયે ગુરુવારે મોડી રાત્રે ્‌ઇહ્લ પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. ગૃહ મંત્રાલયે ્‌ઇહ્લ કમાન્ડર શેખ સજ્જાદ ગુલ અને લશ્કર કમાન્ડર મોહમ્મદ અમીન ઉર્ફે અબુ ખુબૈબને આતંકવાદી જાહેર કર્યો છે. ેંછઁછ હેઠળ બંને પર આ કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ, સપ્ટેમ્બર ૨૦૨૨માં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે ઁહ્લૈં પર ૫ વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ તમામ સામે ટેરર ??લિંકના પુરાવા મળ્યા હતા. ્‌ઇહ્લ શું છે? તે.. જાણો.. જમ્મુ-કાશ્મીરના આતંકવાદી સંગઠનોમાં ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (્‌ઇહ્લ) એક નવું નામ છે. સુરક્ષા દળોનું માનવું છે કે ૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ ્‌ઇહ્લની પ્રવૃત્તીઓ વધી છે. સુરક્ષા નિષ્ણાતો જણાવે છે કે સરહદ પારથી ૈંજીૈં હેન્ડલરોએ લશ્કર-એ-તૈયબાની મદદથી ્‌ઇહ્લને ઉભું કરાયું હતું. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે ્‌ઇહ્લ કોઈ નવી વાત નથી પરંતુ આતંકી સંગઠન જૈશ અને લશ્કરના કેડરને નવું નામ આપવામાં આવ્યું છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ૈંજીૈંની વ્યૂહરચના હેઠળ આ નામો બદલાતા રહે છે. ૧૯૯૦માં જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (ત્નદ્ભન્હ્લ)ની રચના પછી આ પ્રથમ વખત છે જ્યારે કોઈ આતંકવાદી સંગઠનને બિન-ઈસ્લામિક નામ આપવામાં આવ્યું છે. ્‌ઇહ્લ પર શા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો?.. તે.. જાણો.. ગૃહ મંત્રાલયે માહિતી આપી હતી કે ્‌ઇહ્લ આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા, આતંકવાદીઓની ભરતી કરવા, આતંકવાદીઓની ઘૂસણખોરી કરવા અને પાકિસ્તાનથી જમ્મુ અને કાશ્મીરમાં શસ્ત્રો અને માદક દ્રવ્યોની દાણચોરી કરવા માટે યુવાનોની ભરતી કરે છે. ્‌ઇહ્લ વર્ષ ૨૦૧૯માં અસ્તિત્વમાં આવ્યું. તેના પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જમ્મુ-કાશ્મીરના યુવાનોને ભારત સરકાર વિરુદ્ધ ઉશ્કેરવાનો આરોપ છે. આ સાથે જ લશ્કર-એ-તૈયબાના કમાન્ડર મોહમ્મદ અમીન ઉર્ફે અબુ ખુબૈબને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. તે જમ્મુ-કાશ્મીરનો રહેવાસી છે, હાલ તે પાકિસ્તાનમાં છે. ખુબૈબ લશ્કર-એ-તૈયબાના લોન્ચિંગ કમાન્ડર તરીકે કામ કરી રહ્યો છે, તેના પાકિસ્તાનની એજન્સીઓ સાથે પણ સંબંધ છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર ટાર્ગેટ કિલિંગ કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાની પાકિસ્તાનની નવી યોજના છે. એવું માનવામાં આવે છે કે તેનો હેતુ કલમ ૩૭૦ હટાવ્યા પછી જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોના પુનર્વસન માટેની યોજનાઓ પર પાણી ફેરવવાનો છે. કલમ ૩૭૦ હટાવ્યા બાદ ખાસ કરીને કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધી છે, પરંતુ આતંકવાદીઓએ સરકાર કે પોલીસમાં કામ કરતા કાશ્મીરી પંડિતો, સ્થળાંતર કામદારો અને સ્થાનિક મુસ્લિમોને પણ સોફ્ટ ટાર્ગેટ બનાવ્યા છે, તેઓ તેમને ભારતની નજીકના માની રહ્યા છે.

File-01-Page-02-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *