Delhi

માસ્ટર બ્લાસ્ટરના પુત્ર અર્જુન તેંડુલકર માટે આ વર્ષ માટે ખૂબ જ ભાગ્યશાળી!…

નવીદિલ્હી
હંમેશા લોકોને મોઢે એક ચર્ચાનો વિષય હોય છે કે, સેલિબ્રિટીઝના બાળકો સ્ટાર બનીને જ જન્મે છે, કે પછી ફિલ્ડમાં આવ્યા પછી બને છે. સ્ટાર કિડની સરખામણી હંમેશા તેમના માતા-પિતા સાથે કરવામાં આવે છે. અર્જુન તેંડુલકર સાથે પણ આ પ્રકારે જ થયું છે. અર્જુન તેંડુલકર ૈંઁન્ ૨૦૨૨માં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હોવા છતાં, તે સફળ થઈ શલ્યો નહોતો. જાેકે, ૈંઁન્ ૨૦૨૩માં તેણે પોતાના કરિઅરની શરૂઆત કરી છે. અર્જુન તેંડુલકરનો જન્મ ૨૪ સપ્ટેમ્બર, ૧૯૯૯ના રોજ થયો છે, તેના પર અંક ૬ અને અંક ૭ની અસર જાેવા મળી રહી છે. ૨૪ તારીખે જન્મેલ વ્યક્તિને પ્રતિભા દર્શાવવાની અનેક તક પ્રાપ્ત થાય છે. અંક ૭ કેતુ ગ્રહના માધ્યમથી સંચાલિત હોય છે. અર્જુન તેંડુલકરે ૧૬ એપ્રિલ, ૨૦૨૩ના રોજ ડેબ્યુ કર્યું, જે ૭ નંબર સાથે સંબંધ ધરાવે છે.અર્જુન તેંડુલકરે વર્ષ ૨૦૨૩માં જે પણ તક મળે તેનો લાભ લેવો જાેઈએ, જે તેના નસીબ માટે ખૂબ જ સારું છે. અર્જુન આ વર્ષે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહ્યો છે, તેણે બેટીંગની જગ્યાએ બોલિંગની પ્રતિભા દર્શાવવી જાેઈએ. આ વર્ષના અંતે તેને અનેક તક મળશે. અન્ય લોકો જે પણ તણાવ આપે અથવા સરખામણી કરે તો તેને ધ્યાનમાં ન લેવું જાેઈએ. બેટીંગની બાબતે તણાવ ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ આ બાબતે વધુ ચિંતા ન કરવી જાેઈએ. તેના માટે વાદળી રંગ લકી છે અને મુંબઈ ઈન્ડિયન્સની ટી-શર્ટ પણ આ જ રંગની છે, જે ગોલ્ડન શેડમાં નંબર્સ સાથે છે. તેના માટે ૫ નંબર ખૂબ જ શુભ છે. શુભ રંગ- વાદળી અને ટીલ, શુભ નંબર- ૫ અને ૭, શુભ દિવસ- સોમવાર અને શુક્રવાર, દાન- આશ્રમ અથવા મંદિરમાં તલનું દાન કરો. અને – ચામડાના પટ્ટાવાળી નહીં, પરંતુ મેટલની ઘડિયાળ પહેરો.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *