Delhi

માસ્ટર શેફ સંજીવ કપૂરની ઈચ્છા, બાયોપિકમાં લીડ રોલ કરે અક્ષય કુમાર!..

નવીદિલ્હી
સુપર શેફ તરીકે જાણીતા તરલા દલાલની બાયોપિક બની રહી છે ત્યારે સંજીવ કપૂરે પણ પોતાની બાયોપિક બને તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. બાયોપિકમાં સંજીવ કપૂરનો રોલ કોણ ભજવે તો ગમશે તેવો સવાલ ટિ્‌વન્કલ ખન્નાએ ટોક શો દરમિયાન પૂછ્યો હતો. જેના જવાબમાં સંજીવ કપૂરે તરત જણાવ્યુ હતું કે, આ રોલમાં અક્ષય કુમાર એકદમ ફિટ છે. ટિ્‌વન્કલના સવાલના જવાબમાં સંજીવ કપૂરે પૂછ્યુ હતું કે, અક્ષય કુમાર ક્યાં છે? રસોઈ પણ સારી બનાવે છે. અક્ષય કુમારની કૂકિંગ સ્કિલ ખૂબ જાણીતી છે. અક્ષય અવાર-નવાર પોતાના ઘરે સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. ફિલ્મોમાં નસીબ અજમાવતા પહેલા અક્ષય કુમાર થાઈલેન્ડમાં શેફ તરીકે કામ કરતા હતા. અક્ષય કુમારે અગાઉ ‘ચાંદની ચોક ટુ ચાઈના’ ફિલ્મમાં રસોઈયાનો રોલ કર્યો હતો. જેમાં રોટલીનો લોટ બાંધતા-બાંધતા અક્ષય કુમાર માસ્ટર ફાઈટર બની ગયો હતો. કરિયરની શરૂઆતમાં ફ્લોપ ફિલ્મોના પડકાર ઝીલીને અક્ષય કુમારે સુપર સ્ટારનું બિરદુ હાસલ કર્યું હતું. સંજીવ કપૂરની બાયોપિક અંગે અટકળોની વચ્ચે અક્ષય કુમાર હાલ અન્ય ફિલ્મોમાં વ્યસ્ત છે. વીતેલા વર્ષોમાં ફ્લોપ ફિલ્મોની ભરમાર વચ્ચે પણ અક્ષયની ડીમાન્ડ જળવાયેલી છે. યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી સાથે અક્ષયની ફિલ્મ ર્ંસ્ય્ ૨ બની રહી છે. સાઉથની ફિલ્મ સૂરારાઈ પોટ્ટરુની રીમેક ‘કેપ્સ્યુલ ગિલ’ નામથી બની રહી છે. ટાઈગર શ્રોફ સાથે બિગ બજેટ ફિલ્મ ‘બડે મિયા છોટે મિયા’ પણ પાઈપલાઈનમાં છે. અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનિલ શેટ્ટીની ત્રિપુટી ફરી ‘હેરાફેરી ૩’માં ભેગી થઈ રહી છે. આ ઉપરાંત દિનેશ વિજાનની એક્શન ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ પણ તેમણે સાઈન કરી છે. અક્ષય કુમાર મરાઠી ફિલ્મમાં પણ ડેબ્યુ કરી રહ્યા છે. ‘વેદાત મરાઠે વીર દાદુલે સાત’ને મહેશ માંજરેકર બનાવી રહ્યા છે.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *