નવીદિલ્હી
ઉત્તર પ્રદેશના મેરઠ સાથેના સંબંધોને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. જણાવવામાં આવે છે કે, અહીં એક શરાબી વ્યક્તિ તેની પત્નીને જુગારમાં હારી ગયો હતો. આરોપ છે કે, જુગારમાં હાર્યા બાદ તે વ્યક્તિ ઘરે આવ્યો અને તેની પત્ની પર મિત્ર સાથે સંબંધ બાંધવા દબાણ કરવા લાગ્યો. તે જ સમયે, વિરોધ કરવા પર, વ્યક્તિએ તેની પત્ની પર પણ હુમલો કર્યો. આ પછી મહિલા પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ નોંધાવી. પોલીસે મહિલાનો રિપોર્ટ લખીને મામલાની તપાસ શરૂ કરી છે. હકીકતમાં, આ ઘટના ઉત્તર પ્રદેશના મેરઠના લિસાડી ગેટની પૂર્વમાં આવેલા અહમદનગરની જણાવવામાં આવી રહી છે. મહિલાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, તેના લગ્ન ૧૨ વર્ષ પહેલા થયા હતા. તેનો પતિ ડ્રગ્સ અને જુગારનો વ્યસની છે. તે અવારનવાર તેના મિત્રો સાથે જુગાર રમતા હોય છે, પરંતુ તેણે મને દાવ પર લગાવી હોય તેવો પ્રસંગ ક્યારેય નહોતો આવ્યો. તેણે આગળ કહ્યું, ‘આજે જ્યારે તે નશામાં ઘરે આવ્યો ત્યારે તેણે કહ્યું કે, હું તને મારા મિત્ર પાસે જુગારમાં હારી ગયો છું, તે તને લેવા આવી રહ્યો છે. તેની પાસે જાઓ. કોઈક રીતે હું મારી જાતને બચાવીને પોલીસ સ્ટેશન પહોંચી. મહેરબાની કરી મને મદદ કરો.મહિલાએ જણાવ્યું કે, જ્યારે તેનો પતિ બળજબરીથી તેના મિત્ર સાથે સંબંધ રાખવાની જીદ કરવા લાગ્યો, તો કોઈક રીતે તે ભાગીને પોલીસ સ્ટેશન પહોંચી, પરંતુ હવે તેને સમજાતું નથી કે, શું કરવું. બીજી તરફ લસેડી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ મહિલાને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે. પોલીસે જણાવ્યું કે, મહિલાએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસની ટીમ તેના પતિનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. મહિલાના પતિ સાથે વાત કર્યા બાદ જ સમગ્ર મામલો બહાર આવશે.
