Delhi

યુવરાજ અને ક્રિસ ગેલને પાછળ છોડ્યા, બેટ્‌સમેને ૩૩૮ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા રન

નવીદિલ્હી
ઈન્ડિયન પ્રીમિયર લીગની ૫૮મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો મુકાબલો લખનઉ સુપર જાયન્ટ્‌સ સામે થયો હતો. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદની ટીમ ૬ વિકેટે ૧૮૨ રન જ બનાવી શકી હતી. અનમોલપ્રીતે ૩૬ રન, ક્લાસને નીચલા ક્રમમાં ૪૭ રન અને અબ્દુલ સમદે ૩૭ રન બનાવ્યા હતા. લખનઉ સુપર જાયન્ટ્‌સની ટીમની સામે ૧૮૩ રનનો ટાર્ગેટ ૧૯.૨ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ જીત ખૂબ જ રોમાંચક હતી અને નિકોલસ પૂરને માત્ર ૧૩ બોલમાં ૪૪ રનની તોફાની ઇનિંગ રમી હતી. ૩૦૦થી વધુના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને તેણે મેચનો માર્ગ બદલી નાખ્યો. ૧૫મી ઓવર સુધીમાં લખનૌનો સ્કોર ૨ વિકેટે ૧૧૪ રન હતો અને જીતવા માટે ૩૦ બોલમાં ૬૯ રનની જરૂર હતી. ત્રીજા બોલ પર માર્કસ સ્ટોઈનિસ આઉટ થયો અને મેચ અહીંથી પલટી ગઈ. નિકોલસ પૂરન મેદાન પર ઉતર્યો અને આવતાની સાથે જ તેણે અભિષેક શર્માને સતત ત્રણ છગ્ગા ફટકાર્યા. નિકોરસ પુરને ૧૩ બોલમાં ૩ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૪૪ રન બનાવ્યા હતા અને તે ૩૩૮ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો હતો. આ ઇનિંગ દરમિયાન તેણે યુવરાજ સિંહ અને ક્રિસ ગેલને પાછળ છોડી દીધો. ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં ૧૦થી વધુ બોલ રમ્યા બાદ પુરીએ સ્ટ્રાઈક રેટના મામલે બંનેને પાછળ છોડી દીધા હતા. યુવરાજ સિંહે ૨૦૦૮માં રાજસ્થાન રોયલ્સ સામે ૩૦૮ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં ૧૦ બોલ રમ્યા બાદ સૌથી વધુ સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરવાનો રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સના કિરોન પોલાર્ડના નામે છે. વર્ષ ૨૦૧૦માં દિલ્હી કેપિટલ્સ સામે તેણે ૩૪૬.૧૫ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. હૈદરાબાદ સામે ૩૩૮ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા નિકોલસ પૂરને બીજું સ્થાન મેળવ્યું હતું. આ બેટ્‌સમેને ક્રિસ ગેલ (૨૦૧૧માં કોલકાતા સામે ૩૧૬.૬૭) અને યુવરાજ સિંહ (૨૦૦૮માં રાજસ્થાન સામે ૩૦૬.૨૫) જેવા ખેલાડીઓને પાછળ છોડી દીધા છે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *