Delhi

રજુ કરાયેલ બજેટમાં સરકારે જેલમાં બંધ કેદીઓ માટે મોટી રાહત આપી, સરકાર દંડ ભરશે!

નવીદિલ્હી
કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે મોદી સરકારનું અંતિમ પૂર્ણ કદનું બજેટ રજૂ કરી દીધું છે. સીતારમણે કેદીઓને મદદ કરવાની વાત કરી છે. સીતારમણે બજેટ ભાષણમાં જણાવ્યું છે કે, જેલોમાં બંધ એવા ગરીબ કેદીઓને આર્થિક સહાયતા આપવામાં આવશે, જે દંડ અથવા જામીનની રકમ પણ ભરી શકતા નથી. તેમણે કહ્યું કે, એવા કેદી જે ગરીબ છે અને દંડ અથવા જામીન પણ ભરી શકતા નથી. તેમને આર્થિક મદદ કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીએ ગત વર્ષે એક કાર્યક્રમમાં કહ્યું કે, વિચારાધીન કેદીઓે સાથે જાેડાયેલ મામલાને પ્રાથમિકતા આપવામાં આવશે. કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે લાંબા સમય બાદ આવકવેરાના સ્લેબમાં મોટા ફેરફારો કર્યા છે. વર્ષ ૨૦૧૪ પછી પ્રથમ વખત ટેક્સ એગ્ઝેમ્પશન મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે તેને ૨.૫૦ લાખ રૂપિયાથી વધારીને ૩ લાખ રૂપિયા કરવામાં આવી છે. તેમજ આવકવેરા મુક્તિ મર્યાદા ૫ લાખ રૂપિયાથી વધારીને ૭ લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સિવાય ટેક્સ સ્લેબની સંખ્યા છથી ઘટાડીને પાંચ કરવામાં આવી છે. જાેકે, આ રાહત નવી ટેક્સ સિસ્ટમ હેઠળ જ આપવામાં આવી છે. જૂની કર પ્રણાલીમાં કોઈ ફેરફાર નથી, પરંતુ મૂળભૂત મુક્તિ મર્યાદા રૂ. ૨.૫ લાખથી વધીને રૂ. ૩ લાખ થઈ છે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *