Delhi

રણબીર કપૂર ગરીબ બાળકોને થિયેટરમાં બતાવશે ‘આદિપુરુષ’

નવીદિલ્હી
પ્રભાસ, સૈફ અલી ખાન અને ક્રિતી સેનન સ્ટારર ફિલ્મ આદિપુરુષનો ક્રેજ વધવા જઈ રહ્યો છે. ફિલ્મના ગીતો અને બે ટ્રેલર સામે આવી ચુક્યા છે. હવે રિલીઝના આઠ દિવસ પહેલા આ ફિલ્મ માટે સિનેમા સાથે જાેડાયેલ લોકોની દીવાનગી જાેવા મળી રહી છે. પહેલા કાશ્મીર ફાઈલ્સના પ્રોડ્યૂસરે આ ફિલ્મની ૧૦ હજાર ટિકિટ વહેંચવાની જાહેરાત કર્યા બાદ હવે અભિનેતા રણબીર કપૂરે પણ આવી જ જાહેરાત કરી છે. રણબીર કપૂર ભગવાન રામ અને માતા સીતાની આ કહાની ગરીબ બાળકોને બતાવશે. તેના માટે તે ૧૦ હજાર ટિકિટ બુક કરશે. આવી જ રીતે આવા બાળકો પણ ફિલ્મ જાેઈ શકશે, જે ટિકિટ ખરીદવા માટે અસમર્થ છે. આપને જણાવી દઈએ કે, કશ્મીર ફાઈલ્સના પ્રોડ્યૂસર અભિષેક અગ્રવાલે તેલંગણામાં ૧૦ હજારથી વધારે ટિકિટો વહેંચવાનો ર્નિણય લીધો છે. તે તેલંગણાની સરકારી સ્કૂલ, વૃદ્ધાશ્રમો અને અનાથાલયોના બાળકો માટે ટિકિટ બુક કરશે. આદિપુરુષનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે. ફિલ્મનું જ્યારથી ટીઝર સામે આવ્યું છે, ત્યારથી તે ચર્ચામાં છે. તેનું ફાઈનલ ટ્રેલર પણ રિલીઝ કર્યું છે, જેને પસંદ કરવામાં આવી રહ્યું છે. તેમાં પ્રભાવ રાઘવ એટલે કે ભગવાન રામના પાત્રમાં છે. આ ઉપરાંત ક્રિતી સેનન જાનકી માતા, સૈફ અલી ખાન રાવણનું પાત્ર નિભાવી રહ્યો છે. ફિલ્મમાં દેવદત્ત નાગે હનુમાન બન્યા છે અને સની સિંહ લક્ષ્મણનો રોલ નિભાવી રહ્યો છે.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *