Delhi

રવિન્દ્ર જાડેજા અને ચાર સીમર સાથે આગળ વધવા પાછળનું કારણ આ હોવાનો થાય છે બચાવ

નવીદિલ્હી
ૈંઝ્રઝ્ર રેન્કિંગ પર નંબર. ૧ ટેસ્ટ બોલર રવિચંદ્રન અશ્વિનને ટીમમાં પસંદ ન કરવા બદલ રોહિત શર્મા અને ભારતીય ટીમ મેનેજમેન્ટની આકરી ટીકા કરવામાં આવી રહી છે. જાેકે, રવિન્દ્ર જાડેજા અને ચાર સીમર સાથે આગળ વધવા પાછળનું મુખ્ય કારણ તેમનું બેલેન્સ હોવાનો બચાવ થાય છે. રિષભ પંતની ગેરહાજરીમાં મિડલ ઓર્ડર થોડો નબળો લાગે છે. તેથી હવે તમામ પરિસ્થિતિઓમાં કુશળ બેટ્‌સમેન જાડેજાને છોડવાનો વિચાર બેકાર લાગ્યો છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર્સની બેટિંગ સારી નથી. તેનો અર્થ એ છે કે શાર્દુલ ઠાકુર પણ ઇલેવનમાં નિશ્ચિત હતો. પરંતુ કદાચ ઉમેશ યાદવની જગ્યાએ અશ્વિનને પસંદ કરવાનું વધુ સારું હોત. સીમ-બોલિંગ ઓલરાઉન્ડરની ગેરહાજરી વધુ મુંઝવણ ભરેલી રહી છે. શાર્દુલને ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં તેની બે પ્રભાવશાળી ઇનિંગ્સ છતાં કોઈ પણ પરિસ્થિતિમાં સાચો કે મોટો ઓલરાઉન્ડર ગણી શકાય નહીં. શું ભારત પાસે ટેસ્ટ ક્વોલિટીનો સીમ બોલિંગ ઓલરાઉન્ડર ન હતો? તેમાં શંકાને સ્થાન નથી કે તે હાર્દિક પંડ્યા છે. ધ ઓવલ ખાતે રમાયેલી ડબલ્યુટીસી ફાઇનલના પ્રથમ દિવસે ભારતીય બોલરોને સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડના સામે મુશ્કેલીમાં જાેઇને ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસિર હુસૈને પંડયાની ગેરહાજરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. હુસૈને બુધવારે ફાઇનલ સેશનની રમત દરમિયાન કોમેન્ટ્રીમાં પૂછ્યું હતું કે, આજે સવારે ટોસ સમયે એટલું સ્પષ્ટ હતું કે ઇન્ડિયાને તેમની સાઇડ વિશે સ્પષ્ટતા નહોતી અને ઓસ્ટ્રેલિયા એકદમ સ્પષ્ટ હતું. કેમેરોન ગ્રીન મુખ્ય ખેલાડી હતો. હાર્દિક ટીમ ઈન્ડિયાને મળ્યો હોત તો સારું સાબિત થઇ શક્યું હોત. જાેકે, શાર્દુલ ઠાકુર પણ સીમ-બોલિંગ ઓલરાઉન્ડર છે. ટીમ ઇન્ડિયા પાસે જાડેજા, અશ્વિન અને અક્ષર પટેલ છે. તેઓ ઇન્ડિયન સ્થિતિમાં સંપૂર્ણ ઓલરાઉન્ડર છે. પરંતુ, જ્યારે તમે વિદેશમાં જાઓ છો ત્યારે સીમ-બોલિંગ ઓલરાઉન્ડરનું શું? હાર્દિક પંડ્યા ક્યાં છે? ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે પણ કોમેન્ટ કરી કે, હાર્દિક પંડયાને ડબ્લ્યુટીસી ફાઇનલ રમી શકે કે કેમ તે પૂછવામાં આવ્યું હતું. પરંતુ તેણે વિચાર્યું હતું કે, ઉ્‌ઝ્ર માં બધી ટેસ્ટ રમેલા ભારતીય ખેલાડીઓ માટે આ અન્યાયી હશે. આ બાબતે પોન્ટિંગે વધુમાં કહ્યું કે, આ વાતનો આજે વહેલી સવારે કમેન્ટ્રીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હાર્દિકે સ્પષ્ટ કર્યું કે તેને લાગે છે કે તેનું શરીર ટેસ્ટ ક્રિકેટની આ સ્થિતીમાં સાથ નહીં આપી શકે. તમે માત્ર ટીમને સંતુલન આપવા એક ટેસ્ટ મેચ માટે ટીમમાં ન આવી શકો. આવું બાકીના ખેલાડી સાથે યોગ્ય થયું ન ગણાય. અહીં ઉલ્લેખનીય છે કે, બ્લ્યુટીસી ફાઇનલમાં પહોંચવા માટે હાર્દિકે અત્યાર સુધીમાં ૧૦ ટકા પણ ફાળો આપ્યો નથી. ત્યારે આવી સ્થિતિમાં ટીમ અને હાર્દિક દ્વારા લેવાયેલો ર્નિણય યોગ્ય ગણાયો છે. હાર્દિકનું કહેવું હતું કે, હું એકદમ ફીટ વ્યક્તિ છું. પણ મેં ત્યાં પહોંચવા માટે ૧૦ ટકા કર્યું નથી. હું ૧ ટકાનો ભાગ પણ નથી. તેથી હું ત્યાં આવું અને કોઈનું સ્થાન લઉં છું તે નૈતિક રીતે યોગ્ય રહેશે નહીં. જાે મારે ટેસ્ટ ક્રિકેટ રમવું હોય તો હું આ મુશ્કેલીમાંથી પસાર થઈશ અને મારું સ્થાન જાતે જ મેળવીશ. આ કારણોસર, જ્યાં સુધી મને એવું ન લાગે કે મેં મારું સ્થાન મેળવ્યું છે ત્યાં સુધી હું ડબ્લ્યુટીસીની અંતિમ અથવા ભવિષ્યની ટેસ્ટ શ્રેણી માટે હાજર નહીં હોઉં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *