Delhi

રશિયાના કબજાને લઈને યુક્રેનના રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું

નવીદિલ્હી
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ૧૫ મહિના થઈ ગયા છે. આ દરમિયાન રશિયાએ યુક્રેનના ઘણા શહેરો પર પોતાનો કબ્જાે જમાવી લીધો છે. તાજેતરમાં જ રશિયાની સેનાએ યુક્રેનના એક વધુ શહેરને પોતાના આધિન કર્યું છે. આ શહેરનું નામ છે બખ્મુત છે. બખ્મુતને ખોયા પછી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીનું નિવેદન સામે આવ્યું છે. ઝેલેન્સકીએ રવિવારે બખ્મિુત (મ્ટ્ઠારદ્બેં) શહેરના ‘સંપૂર્ણ વિનાશ’ની સરખામણી હિરોશિમાં સાથે કરી હતી. હિરોશિમાં જી-૭ (ય્-૭) શિખર સંમેલનની મેજબાની કરી રહ્યું છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિાયાન વર્ષ ૧૯૪૫માં આ શહેરનો સંપૂર્ણ રીતે નાશ થઈ ગયો હતો. આજ શહેર પર અમેરિકાની સેનાએ પરમાણું બોમ્બ નાખ્યો હતો. યુદ્ધ પહેલા બખ્મુત શહેરની વસ્તી આશરે ૭૦,૦૦૦ જેટલી હતી. રશિયા સાથે ચાલતા યુદ્ધમાં આ શહેરમાં ઘણી ખુની લડાઈઓ જાેવા મળી છે. આ શહરે બખ્મુલ એક મહિનો ચાલેલી લડામીમાં અનેક તસવીરો સામે આવી છે. જેમાં શહેરના કેટલાક ભાગોને ખંડર જેવા બતાવવામાં આવ્યા છે.ઝેલેન્સકીનું કહેવું છે કે, ‘હિરોશિમાની તસવીરો મને બખ્મુતની યાદ અપાવે છે. ત્યા કોઈજ જીવીત નથી. બધી ઇમારતો ખંડીત થઈ ગઈ છે. સંપૂર્ણ વિનાશ. કશું કહ્યું નથી. લોકો પણ રહ્યા નથીં.’ઝેલેન્સકીએ વધુમાં કહ્યું કે, ‘અમે અમારા દરેક શહેરોનું પુનઃનિર્માણનું સપનું જાેઈ રહ્યા છીએ, જે અત્યારે ખંડર બની ગયા છે અને દરેક ગામ જ્યાં રશિયન આક્રમણ પછી એક પણ ઘર બચ્યું નથી. રશિયાએ બખ્મુત પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યાના એક દિવસ પછી ઝેલેન્સકીએ આ કહ્યું છે.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *